ભુજ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં જાહેરમાં ગંદકી કરતા ઇસમો પાસેથી દંડ વસુલવામાં આવ્યો

ભુજ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારો જાહેરમાં ગંદકી કરતા ઇસમો પાસે થી દંડ વસુલવાની કામગીરી છેલ્લા એક સપ્તાહ થી ચાલુમાં છે. અંદાજીત ૧૫૦ કિલો જેટલો સીંગલ યુઝ પ્લાસ્ટિક પણ જપ્ત કરવામાં આવ્યું હતું. અંદાજીત કુલ રૂ. ૫૦,૦૦૦ નો દંડ કરવામાં આવ્યું છે. મોટા શોરૂમ, દુકાન ધારકો અને લારી ગલ્લા વાળાને જાહેરમાં ગંદકી ના કરવા અને સ્વચ્છતા જાળવવા માટે સમજાવવા આવે છે. તેમજ દંડ પણ કરવામાં આવે છે. આ કામગીરી હજુ આગળ પણ ચાલુ રહેશે. જેથી કરીને શહેરીજનોને તેમજ લારી ગલ્લા વાળા તેમજ દુકાનદારોને જાહેરમાં ગંદકી ના કરવા અપીલ કરવામાં આવે છે અન્યથા હજુ કડક કાર્યવાહી પણ થઈ શકે છે. આ કામગીરી મુખ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ભુજ નગરપાલિકા ની સેનિટેશન શાખા, સ્વચ્છ ભારત મિશન શાખા તેમજ દબાણ શાખા દ્વારા કરવામાં આવી રહી છે.