સુરેન્દ્રનગરમાં હિટ એન્ડ રનનો બનાવ : યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત

copy image

copy image

  સુરેન્દ્રનગર જિલ્લાના ટોકરાળાના પાટિયા નજીક સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં યુવાનનું મોત થયું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, ટોકરાળાના પાટિયા નજીક એક અજાણ્યા વાહન ચાલકે હતભાગીને ટક્કર મારતા આ ભયાનક ઘટના બની હતી. હિટ એન્ડ રનના આ બનાવમાં યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.  આ મામલે જાણ થતાં પોલીસ તત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત સર્જનાર ફરાર ચાલકની શોધખોળ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.