જયપુર ખાતે 15મી જાન્યુઆરીના ઐતિહાસિક આર્મી ડે પરેડમાં 36 ગુજરાત બટાલિયન એન.સી.સી ભુજની ચાર છાત્રાઓ ભાગ લેશે

કચ્છ જિલ્લાની અંદર એન.સી.સી આર્મી અને નવલ વીંગના ત્રણ યુનિટ ચાલે છે. છેલ્લા પાંચ વર્ષની અંદર કચ્છ જિલ્લામાં એન.સી.સીની અંદર કેન્દ્ર સરકાર દ્વારા સીટોમાં વધારો કરવામાં આવ્યો છે. કચ્છના સ્ટુડન્ટ માટે એન.સી.સી આશીર્વાદરૂપ સાબીત થઈ રહ્યું છે.36 ગુજરાત બટાલિયન એન.સી.સી ભુજની ચાર છાત્રાઓ જાડેજા હિનાબા, પ્રજાપતિ નિકિતા,નંદની ગોસ્વામી, અને બલીયા રિયા જયપુર ખાતે 15 મી જાન્યુઆરીના આર્મી ડે પરેડ મા ભાગ લેવા જઈ રહી છે.

77 મી આર્મી ડે પરેડ રાજસ્થાન જયપુર ની અંદર જગતપુરા રોડ ઉપર ઇતિહાસમાં પહેલીવાર આર્મી એરીયા થી બહાર કરવામાં આવી રહી છે. આ પરેડ ની અંદર ટેન્ક, મિસાઈલ.ડ્રોન વિશેષ ડોગ્સ અને રોબોટ ડોગ્સ, અને આધુનિક હથિયારોનું પ્રદુષણ કરવામાં આવશે.

ગર્વની વાત એ છે કે લખપત,ખાવડા માંડવી મુન્દ્રા આવા અંતરથાડ ક્ષેત્રની દીકરીઓ આગળ વધી રહી છે. આ બટાલીયન છેલ્લા પાંચ વર્ષની અંદર ઘણા બધા એન.સી.સી કેડેટ્સને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો પણ કામ કરી રહી છે. જ્યારે કેડેટને આર્મીમાં જોડાવા માટે ગાઈડન્સ ની જરૂર હોય ત્યારે 36 ગુજરાત બટાલિયન એન.સી.સી ભુજના કમાન્ડિંગ ઓફિસર કર્નલ વિકાસ પ્રભાકર અને એડમ ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ સદીપ ખવાસ માર્ગદર્શન પૂરું પાડે છે.