સામખિયાળી-ભચાઉના ગુનામાં નવ માસથી નાસતા ફરતા આરોપીને એલ.સી.બી.એ દબોચ્યો
copy image

સામખિયાળી-ભચાઉના ગુનામાં નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, ભચાઉ, સામખિયાળી પોલીસ મથકના જીવલેણ હુમલાનો આરોપી જામીન બાદ પરત ફર્યો ન હતો. આ આરોપી ઈશમ વિરુદ્ધ વર્ષ 2016માં ભચાઉ અને સામખિયાળી પોલીસ મથકમાં બે ગુના દાખલ થયેલ હતા. આ શખ્સ વચગાળાના જામીન મેળવી પરત હાજર ન થઈ અને છેલ્લા નવ માસથી નાસતો ફરતો હતો. ત્યારે એલ.સી.બી.એ તેને ઝડપી લઈ જેલના હવાલે કરી દીધો છે.