જામનગરમાંથી ચોંકાવનાર બનાવ આવ્યો સામે : પતંગ ચગાવતી વખતે વીજતારને કારણે આદિવાસી બાળકનું શોકથી મોત
copy image

ગુજરાતના જામનગરમાંથી ચોંકાવનાર બનાવ સામે આવી રહ્યો છે, જેમાં પતંગ ચગાવતી વખતે વીજવાયરને કારણે આદિવાસી બાળકનું મોત નિપજ્યું હતું. જામનગર નજીકના પડાણા પાટીયામાં આ બનાવ બન્યો હતો. અહી બાળક પતંગ ચગાવી રહ્યો હતો તે દરમ્યાન અચાનક પતંગની દોરી વીજવાયરમાં ગયેલ તેમજ તે સમયે જમીન ભીની હોવાના કારણે આ બાળકને શોક લાગ્યો હતો. આ બાળકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ટૂંકી સારવાર બાદ બાળકનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે જાણ થતાં પોલીસની ટીમએ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.