સુરતમાંથી લાખોની બનાવટી ભારતીય ચલણી નોટો સાથે એક રત્નકલાકારની ધરપકડ

copy image

copy image

ગુજરાતના સુરતમાંથી 5.03 લાખની કિંમતની બનાવટી ભારતીય ચલણી નોટો સાથે એક રત્નકલાકારને ઝડપી પાડવામાં આવેલ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે છેલ્લા 10 વર્ષથી સુરતમાં સ્થાયી થયેલા અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા એક રત્નકલાકારની પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી ઈશમ હીરા મજૂરીની આડમાં છેલ્લા એક વર્ષથી આ કાળા કારોબારમાં સંડોવાયેલો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ મામલે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.