સશસ્ત્ર દળો અને સિવિલ સર્વિસિસ અધિકારીશ્રીઓ માટે દેશના પ્રથમ ‘સંયુક્ત પ્રશિક્ષણ’ કાર્યક્રમનો ભુજ ખાતેથી પ્રારંભ

         યુદ્ધ કે કુદરતી આપદા જેવી પરિસ્થિતિમાં આર્મ્ડ ફોર્સિસ અને ડિસ્ટ્રીક્ટ એડિમિનિસ્ટ્રેશન વચ્ચે સુદઢ રીતે સંકલન કેવી રીતે થઈ શકે એ ઉદ્દેશ્ય સાથે ભુજમાં દેશના સૌપ્રથમ વખત સંયુક્ત પ્રશિક્ષણ‘ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. આજરોજ કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલ દ્વારા દ્વારા દેશભરમાંથી આવેલા ડીફેન્સ અને સિવિલ સર્વિસિસના ૩૦થી વધુ અધિકારીશ્રીઓને કચ્છ કલેક્ટર કચેરી ખાતે આવકાર આપવામાં આવ્યો હતો. ઓપરેશન સિંદૂર‘ બાદ સમગ્ર ભારતમાં સૌપ્રથમ વખત ભુજ ખાતે આ પ્રકારના સંયુક્ત પ્રશિક્ષણ‘ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. આ “સંયુક્ત પ્રશિક્ષણ’ કાર્યક્રમ રાષ્ટ્રની સુરક્ષા માટે હોલ-ઓફ-નેશન‘ (Whole-of-Nation) અભિગમને મજબૂત કરવા માટેનું એક ઐતિહાસિક પગલું બની રહેશે.

            આ સંયુક્ત પ્રશિક્ષણ‘ કાર્યક્રમના ભાગરૂપે કચ્છ કલેક્ટર કચેરી ખાતે એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં સશસ્ત્ર દળો અને સિવિલ સર્વિસિસના અધિકારીઓને કચ્છ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ભારતભરમાંથી આવેલા ડીફેન્સ તેમજ સિવિલ સર્વિસિસના અધિકારીશ્રીઓને કચ્છના ભૌગોલિક વિસ્તારરણદરિયાઈ સીમા અને વિશિષ્ટ ભૂપ્રદેશસરહદી ગામોની સ્થિતિસામાજિક-આર્થિક વિકાસપર્યટન અને કુદરતી પડકારો બાબતે જાણકારી આપવામાં આવી હતી. ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છમાં જિલ્લા વહીવટીતંત્ર અને આર્મ્ડ ફોર્સ વચ્ચેના ઉત્કૃષ્ટ સંકલન વિશે સૌને માહિતગાર કરાયા હતા. આ ઉપરાંતઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છના લોકોએ નાગરિક ધર્મ નિભાવીને વહીવટીતંત્ર તેમજ સેનાને આપેલા સહયોગની બેઠકમાં પ્રસંશા કરવામાં આવી હતી અને દેશભરમાંથી આવેલા અધિકારીશ્રીઓને આ બાબતે અવગત કરાવવામાં આવ્યા હતા.

            ‘સંયુક્ત પ્રશિક્ષણ‘ કાર્યક્રમનો મુખ્ય હેતુ સશસ્ત્ર દળોસિવિલ એડમિનિસ્ટ્રેશન અને નાગરિકો વચ્ચે પરસ્પર સંકલન વધારવાનો છે. જેથી કુદરતી આપદાઓ કે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં ટીમ વર્કથી કામગીરી કરી શકાય. પ્રશિક્ષણ કાર્યક્રમમાં લેક્ચર્સટેબલટોપ એક્સરસાઇઝ અને પ્રેક્ટિકલ ફિલ્ડ વિઝિટ આયોજિત કરવામાં આવી છે જેના લીધે દેશભરમાંથી આવેલા આર્મ્ડ ફોર્સ તેમજ સિવિલ સર્વિસિસના અધિકારીશ્રીઓ ‘સિવિલ મિલિટ્રી ફ્યુઝન’ વિશે અવગત થઈ શકશે. આપદા પ્રબંધનરાષ્ટ્રીય સુરક્ષા અને વહીવટી ક્ષમતાને લઈને ભુજમાં આયોજિત આ પ્રશિક્ષણ કાર્યક્રમ એક મહત્વપૂર્ણ બની રહેશે.

            ભુજ ખાતે આયોજિત બેઠકમાં કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલભરૂચ કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાજિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમતાલીમી સનદી અધિકારી સુશ્રી એમ.ધરિણીગ્રૂપ કેપ્ટનશ્રી આર.કે.યાદવપશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડાનિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.પી.ચૌહાણસિવિલ ડીફેન્સના નાયબ નિયંત્રકશ્રી આર.કે.પ્રજાપતિજિલ્લા આયોજન અધિકારીશ્રી જે.સી.રાવલ સહિત ભારતભરમાંથી આવેલા ઈન્ડિયન આર્મીનેવીએરફોર્સકોસ્ટગાર્ડ તેમજ ડીફેન્સના વિવિધ યુનિટના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને સિવિલ સર્વિસિસના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.