ઉત્તરાયણના પાવન પર્વે સુરતમાં સર્જાયેલ ગોઝારા બનાવમાં પિતા-પુત્રીનું મોત

copy image

copy image

ગત દિવસે જ્યારે દેશના તમામ લોકો પતંગ ચગાવવામાં મસ્ત હતા ત્યારે કેટલા સ્થળોએ સર્જાયેલ ગોઝારા અકસ્માત રૂપી કાળ કેટલાક લોકને માથે ફરી વાળ્યો હતો. ત્યારે આવો જ એક ગોઝારો અકસ્માત સુરતમાં સર્જાયો હતો. પ્રાપ્ત થતી વિગતો મુજબ, સૈયદપુરા વિસ્તારમાં રહેતા રેહાન શેખ પોતાની પત્ની અને પુત્રી સાથે બાઈક પર કતારગામ દરવાજાથી રાંદેર તરફ જઈ રહ્યા હતા તે દરમ્યાન સાંજના અરસામાં બ્રિજ પરથી પસાર થતી વેળાએ અચાનક પતંગની દોરી આવી ગઈ હોવાનું અનુમાન છે. જે દોરી બચાવવા જતાં અથવા ગળામાં ફસાતા બાઈક પરથી સંતુલન બગડયું હતું. જેના પરિણામે બાઈક ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ ભયંકર ટક્કરમાં ત્રણેય સભ્યો બ્રિજની રેલિંગ પરથી નીચે રોડ પર પટકાયા હતા. આ બનાવમાં પિતા-પુત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.