પતંગની દોરીએ વધુ એકનો ભોગ લીધો : સુરતમાં પતંગની દોરીથી ગળું કપાતા યુવાને જીવ ખોયો

image-150

copy image

copy image

સમગ્ર ગુજરાત વાસીઓ ઉત્તરાયણની મજા માણી રહ્યા હતા ત્યારે સુરતમાં બનેલ ગોઝારા બનાવ 23 વર્ષીય યુવાન માટે જીવલેણ સાબિત થયો હતો. આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, સુરત શહેરના અલથાણ વિસ્તારમાં આ બનાવ બન્યો હતો.  ઉત્તરાયણના પર્વ પર બનેલી આ ઘટનાથી યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. રિલાયન્સ માર્કેટમાં નોકરી કરનાર હતભાગી એવો 23 વર્ષીય પ્રિન્સ મંગલ બાથમ ગત સાંજે પોતાના મોપેડ પર ફરવા માટે નીકળ્યો હતો. તે દરમ્યાન અચાનક પતંગની દોરી તેના ગળામાં ફસાઈ હતી. ગળામાં દોરી ફસાઈ જવાના કારણે પ્રિન્સે મોપેડ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને તે રોડ પર પટકાયો હતો. ગળાના ભાગે ઊંડો ઘા પડતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.