લોરિયા ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કિશોરી મેળો યોજાયો

જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અવનીબેન રાવલના માર્ગદર્શન હેઠળ ભુજ તાલુકાના લોરીયા
ગામની પ્રાથમિક શાળા ખાતે કિશોરીઓના આરોગ્ય, સુરક્ષા, સ્વચ્છતાને ધ્યાને લઈને કિશોરી મેળો અને હેલ્થ
ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કુલ ૧૩૬ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આં કાર્યક્રમમાં CHOશ્રી ધ્રુવલસર,
ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડિનેટરશ્રી ફોરમબેન વ્યાસ, 181 મહિલા અભયમના કાઉન્સેલરશ્રી પ્રવીણાબેન, મુખ્ય
સેવિકાશ્રી કુન્દાબેન ગોર,FHWશ્રી રાધાબેન ચાડ, SHE ટીમના હેડકોન્સ્ટેબલશ્રી રમીલાબેન, ટીનાબેન,૧૦૯૮
ચાઈલ્ડ હેલ્પલાઇન લાઈનના શ્રીઇન્દ્રજીતસિંહ, શ્રી જીગરભાઈ,OSC કેન્દ્ર સંચાલકશ્રી ભાવનાબેન ગરવલીયા,
શાળાના આચાર્યશ્રી હેતલબેન પરમાર તેમજ સમગ્ર સ્ટાફ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
DHEWના ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડિનેટરશ્રી ફોરમબેન વ્યાસે કિશોરીઓના માનસિક અને શારીરિક ફેરફાર
વિશે કિશોરીઓને માહિતગાર કર્યા હતા. શાળાના આચાર્યશ્રી હેતલબેન પરમાર દ્વારા ઉપસ્થિત તમામ દીકરીઓને
સંબોધતા જણાવ્યું હતું કે અહીંથી જે કંઈ માહિતી આપવામાં આવે છે તેનું અમલ કરવું એ શારીરિક સ્વાસ્થ્ય માટે
મહત્વનું છે.આરોગ્ય વિભાગના CHOશ્રી ધ્રુવલસરએ કિશોરીઓને સેનેટરી નેપકીનના ઉપયોગ અને નિકાલ સાથે
હાઈજીન વિષે માહિતી આપવામાં આવી હતી. મુખ્ય સેવિકાશ્રી કુન્દાબેન ગોર દ્વારા પોષણ વિષે માહિતી આપવામાં
આવેલ. 181 અભયમના કાઉન્સેલરશ્રી પ્રવીણાબેને 181 અભયમ મહિલા હેલ્પલાઇન, 112 જનરક્ષક સેવા વિશે
વિસ્તૃત માહિતી આપી હતી. SHE ટીમના હેડકોન્સ્ટેબલશ્રી રમીલાબેન દ્વારા સ્વરક્ષણ તેમજ સાયબર સેફટી અંગે
દીકરીઓને સમજ આપેલ. OSC કેન્દ્ર સંચાલકશ્રી ભાવનાબેન ગરવલીયા દ્વારા OSC સેન્ટર વિશે દીકરીઓને
સમજ આપવામાં આવી હતી. ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પલાઇન લાઈનના ઇન્દ્રજીતસિંહ દ્વારા દીકરીઓને ચાઈલ્ડ
હેલ્પલાઇન શું છે અને તેના ઉપયોગ વિશે વિસ્તૃત માં સમજ આપવામાં આવેલ.
કાર્યક્રમ દરમિયાન મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ કિશોરીઓનું
હિમોગ્લોબીન ટેસ્ટ,વજન,ઉચાઇ કરવામાં આવ્યું હતું. આ આયોજન દ્વારા લોરિયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ
તેમજ શાળાએ જતી, ન-જતી કિશોરીઓમાં જાગૃતિ અને સશક્તિકરણની ભાવનાને પ્રોત્સાહન મળ્યું છે.