ફરી ઠગબાઝોનો આંતક સામે આવ્યો : કેરામાં NRને ડિજિટલ એરસ્ટ કરી રૂા. 1.11 કરોડ પડાવ્યા

copy image

copy image

સૂત્રોમાંથી મહત્વના અહેવાલ સામે આવી રહ્યા છે જેમાં, કેરામાં NRIને ડિજિટલ એરસ્ટ કરી રૂા. 1.11 કરોડ પડાવી લેવાયા હોવાનો ચકચારી બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. મૂળ કેરા હાલમાં લંડન રહેતા અને શિયાળાની સિઝનમાં વતન આવેલ 71 વર્ષીય વડીલ મનજી રામજી પટેલ ઠગાઈના ભોગ બન્યા હતા. ઠગબાજોએ તેમને કોલાબા પોલીસ બની તમારી સામે મની લોંડરિંગનો કેસ થયો હોવાનું જણાવી પૈસા પડાવી લીધા હતા. આ બનાવના ફરિયાદી એવા મનજીભાઈ તે દર વર્ષણીએ જેમ આ વર્ષે પણ શિયાળાની ઋતુમાં ડિસેમ્બરમાં વતન આવેલ હતા.

ફરિયાદી પોતાના ઘરે હતા તે સમયે ગત તા. 29 ડિસેમ્બરના એક અજાણ્યા નંબર પરથી સ્ત્રીનો કોલ આવેલ અને તમારા નામનું સીમકાર્ડ ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ હોવાથી બંધ થઈ જશે તેવી માહિતી આપેલ હતી. આ મામલે વધુમાં માહિતી મેળવવા આ કોલ કોલાબા પોલીસ મથકમાં ફોરવર્ડ કરવાનું જણાવેલ. કોલ કનેક્ટ થતાં સામેથી હિન્દી ભાષા માં તેઓએ કોલાબા પોલીસ મુંબઈથી બોલતા હોવાનું જણાવી કે, તમારા નામનું સીમકાર્ડ મળ્યું છે જે ખોટા કેસોમાં સંડોવાયેલ હોવાની જાણકારી આપી હતી. બાદમાં ફરિયાદીને વોટ્સઅપ પર ફોન આવેલ અને કોલાબા પોલીસ સ્ટેશનથી વાત કરતા હોવાનું જણાવી પોલીસ ગણવેશમાં વિવિધ પોલીસ અધિકારીઓ સાથે વિડિયો કોલ કરેલ હતો. ઠગબાજઓએ ફરિયાદીને જણાવેલ કે, તેમનું એટીએમ કાર્ડ આ પ્રકરણમાં મુખ્ય આરોપીના ઘરેથી પ્રાપ્ત થયેલ છે. ઉપરાંત ફરિયાદીના સીમ પરથી આ કેસના આરોપી સાથે વાત ચીત થઈ હોવાનું જણાવી તપાસ અર્થે તમારા પાસે જે સંપતિ છે જેની વિગતો આપવા જણાવેલ હતું. જેથી ફરિયાદીએ પોતાના નામની એફ.ડી. બેન્ક ખાતા અને પરિવારના સભ્યોની માહિતી આપેલ હતી. બાદમાં ફરિયાદીને ડરાવી ધમકાવી પોતાની જાળમાં ફસાવી લીધા હતા. ઉપરાંત ભયમાં આવેલા મનજીભાઈને ટ્રાઈ અને ઈડી દ્વારા ઈસ્યુ ઓર્ડર મોકલ્યા હતા. બાદમાં ઠગબાજોએ સતત ફોનનો મારો ચલાવી માનસિક ત્રાસ આપી ફરિયાદીના બેન્ક ખાતાની માહિતી મેળવી જુદા જુદા ટ્રાન્ઝેક્શન વડે કુલ રૂા. 1.11 કરોડ પડાવી લીધા હતા. પોતાની સાથે ફ્રોડ થયો હોવાનું જાણવા મળતા ઠગબાઝો વિરુદ્ધ મનજીભાઈએ ફરિયાદ નોંધાવતાં આગળની વધુ ટાપાસ હાથ ધરી છે.