હરિપરમાં 23 વર્ષીય યુવાનનો આપઘાત

susaiid

copy image

copy image

 ભુજ નજીક હરિપરમાં 23 વર્ષીય યુવાને જીવનનું અંતિમ પગલું ભરી લીધું હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે, ત્યારે આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, ભુજના હરિપર ગામના કોલીવાસમાં રહનાર હતભાગી એવો સન્ની કોલી પોતાના ઘરે હતો તે સમયે કોઇ અકળ કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે જાણ થતાં તાત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.