મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થતાં કચ્છ જીલ્લા ભાજપ દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવ્યો

આજરોજ જાહેર થયેલ મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શિવસેના (યુબીટી) – એમ.એન.એસ. ગઠબંધન, એનસીપી, કોંગ્રેસ સહિતના તમામ વિરોધી દળોને પછાડીને ભારતીય જનતા પાર્ટીએ ઝળહળતો વિજય પ્રાપ્ત કર્યો છે એ ભવ્ય વિજયની ખુશાલીમાં કચ્છ જિલ્લા ભાજપ દ્વારા કચ્છ કમલમ, ભુજ ખાતે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના અધ્યક્ષ સ્થાને વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો.

જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે આજરોજ સાંજે બહોળી સંખ્યામાં એકત્રિત થયેલ કાર્યકર્તાઓ અને પાર્ટીના સર્વે અગ્રણીઓએ પરસ્પર મીઠું મોં કરાવીને પરસ્પર અભિનંદનની આપ લે કરી હતી તેમજ ફટાકડા ફોડીને વાજતે ગાજતે આ મહાકાય વિજયના વધામણા કર્યા હતા.

આ પ્રસંગે પ્રતિભાવ આપતા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રનો વિજય એ વાતની પ્રતીતિ કરાવે છે કે દેશના જનમાનસમાં આજે પણ મોદીજીના અસરકારક, પ્રભાવિ અને દુરંદેશીભર્યા નેતૃત્વની સહર્ષ સ્વીકૃતિ છે. આ રાષ્ટ્રના દરેકે દરેક પ્રાંત, ક્ષેત્ર અને સમુદાયના લોકો બદલાતા આધુનિક ભારતની અનુભૂતિ કરી રહ્યા છે અને 140 કરોડ દેશવાસીઓને સાથે રાખીને 2047ના વિકસિત ભારતના મોદીજીએ જોયેલા સ્વપ્નને અનુમોદન આપીને ઠેરઠેર ભાજપના શિરે વિજય તિલક કરીને વધાવી રહ્યા છે.

જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ પચાણભાઈ સંજોટ, મંત્રી પ્રફુલ્લસિંહ જાડેજા, જીલ્લા પંચાયત પૂર્વાધ્યક્ષા પારૂલબેન કારા, જિલ્લા ભાજપ મોરચાના પ્રમુખો માવજીભાઈ ગુંસાઈ, આમદભાઈ જત, ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી, ઉપ-પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર, ભુજ શહેર ભાજપ સંગઠનમાંથી મહામંત્રી જીગરભાઈ શાહ ઉપરાંત જયંતભાઈ ઠક્કર, દિવ્યરાજસિંહ ઝાલા, નરેશ ચૌહાણ, પૂજાબેન ઘેલાણી, નરેશભાઈ મહેશ્વરી, વિનોદદાન ગઢવી, અનવરભાઈ નોડે સહિતનાં ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.