શંકાસ્પદ વાયરો સાથે ચાર શખ્સોને રંગે હાથ ઝડપી પાડતી નખત્રાણા પોલીસ
copy image

સુત્રો જણાવી રહ્યા છે નખત્રાણા પોલીસે શંકાસ્પદ વાયરો સાથે ચાર શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા છે. ત્યારે આ મામલે કોન્ટિનેટ કંપનીના સિક્યુરિટી ગાર્ડે પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 5/01 ના રોજ ઉગેડી અને ખોંભડીના સીમ વિસ્તારમાં ફરિયાદીની કંપનીના લાગેલા વિવિધ થાંભલા ઉપરથી અલગ અલગ પ્રકારના કિં. રૂા. 1,49,000ના કુલ 1490 મીટર વાયરની તસ્કરી કરી કોઇ ચોર ઇશમો ફરાર થઈ ગયેલ હતા. ત્યારે નખત્રાણા પોલીસની ટીમ ડ્યૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમીના આધરે કાર્યવાહી હાથ ધરી અને માલવાહક વાહનમાં ભરાયેલા શંકાસ્પદ વાયરો સાથે ચાર ઈશમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.