ભુજ શહેર ખાતે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી અંતર્ગત જિલ્લા માહિતી  કચેરીથી પૂજા ડાઈનીંગ હોલ સુધીના માર્ગ પર ૨૪મી સુધી વાહનોની અવર-જવર બંધ રહેશે

ભુજ શહેર ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી અંતર્ગત  કાયદો અને વ્યવસ્થા તથા ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તા.૨૪/૦૧/૨૦૨૬ સુધી ભુજ શહેરમાં રસ્તા/માર્ગ પરથી વાહનોની અવર-જવર બંધ કરવા તથા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા દરખાસ્ત રજૂ થયેલ છે, જે અન્વયે હુકમો કરવા જરૂરી જણાય છે.કચ્છ-ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા હુકમ કરાયો છે કે,ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧) (બી) અન્વયે તા.૨૪/૦૧/૨૦૨૬ સુધીના સમયગાળા માટે ભુજ શહેરની જિલ્લા માહિતી કચેરીથી પૂજા ડાઈનીંગ હોલ સુધીના રસ્તા પરથી વાહનો અવર-જવર કરી શકશે નહીં. જયારે બહુમાળી ભવનથી ધીંગેશ્વર મહાદેવ મંદિર સુધીના રસ્તા પરથી વાહનો અવર-જવર કરી શકશે.

ભુજ શહેરના રસ્તા/માર્ગ પરથી વાહનોની અવર-જવર બંધ થવા તેમજ વૈકલ્પિક રસ્તા/માર્ગનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આ જાહેરનામા હેઠળ તપાસ કરવાના, જાહેરનામાનાં પાલન કરાવવાનાં અને તપાસના અંતે ચાર્જશીટ રજૂ કરવાના અધિકાર જિલ્લાનાં પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉપરના કર્મચારીઓને રહેશે.