કુંડા સામુહિક હત્યા મામલે નવો વણાક, સમાજે મૃતદેહ સ્વીકારવાની ભણી “ના”

બનાસકાંઠાનાં લાખણી તાલુકાના કુંડામાં 4 લોકોની સામુહિક હત્યા મામલે ચૌધરી સમાજના લોકો દ્રારા ધરણા યોજવામા આવી રહ્યા છે. ચૌધરી સમાજ ધરણા પર બેસી ગયું છે અને સમાજની આવી માંગ છે કે જ્યાં સુધી હત્યારાઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારે.

સાથે સાથે કુંડા સામુહિક હત્યાનાં વિરોધમાં બનાસકાંઠા બંધનું એલાન આપવાના મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા થયા છે વાયરલ મેસેજમાં મોટી સંખ્યામાં ચૌધરી સમાજના આગેવાનોને આજે 10 વાગે હાજર રહેવા આહવાન કરવામા આવ્યુ હોવાનું પણ સામે આવી રહ્યું છે. મેસેજ ફરતા થયાં અને ધૃણાસ્પદ ઘટના ના પગલે બનાસકાંઠાનાં લાખણી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ચૌધરી સમાજના હજારો લોકો એકઠાં થયાં છે. સમગ્ર મામલે ચૌધરી સમાજનાં વલણને લઇને ભારેલ અગ્ની જેવી સ્થિતિ જોવા મળી રહી છે.