ધારાસભ્ય અબડાસાને સારું લગાડવા ઇન્ચાર્જ આઇ,સી,ડી એસ અધિકારી તમામ નિયમો નેવે મુકયા

નખત્રાણા તા. ૨૮, કચ્છ જિલ્લાના નિરોણા બેઠક પર જીલ્લા પંચાયત આઇ, સી,ડી,એસના ઇન્ચાર્જ અધિકારી ચૌધરીએ ધારાસભ્ય અબડાસા ને સારું લગાડવા ઉતાવળે શ્રી ચોધરીએ ઇ નિમંત્રણ કાર્ડ જાહેર કરી કચ્છ સાંસદ, જીલ્લા પંચાયત પ્રમુખ, જીલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયતના સદસ્ય તથા સરપંચના નામોની પણ બાદબાકી કરી અને આંગણવાડી કેન્દ્ર ના કાર્યક્રમો કર્યા જે તદ્દન નિયમ વિરુદ્ધ જઇ ઉપરવટે જઇ ને કર્યો છે નિયમ અનુસાર ચૌધરી એ સંબંધિત જીલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સભ્ય, સરપંચ ને દિવસ-૭ અથવા ૪ પહેલાં જાણ કરવાની હોય છે પણ ઇન્ચાર્જ અધિકારીએ ૨૪ કલાકે પહેલા આ સંબંધિત સભ્યો ને ટેલિફોનિક સૂચના આપી અને નિયમનો ભંગ કરી ધારાસભ્ય અબડાસાને સારું લગાડવા 6 નિમંત્રણ કાર્ડમાં ભાજપ પક્ષના કચ્છ સાસંદ, જીલ્લા પંચાયત પ્રમુખની પણ બાદબાકી કરી જે નવાઈ પામે તેવી ઘટના છે.

વધુમાં શ્રી આહીરે જણાવ્યું હતું કે ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર ચૌધરી નિયમોના પાઠ ભણાવે છે પણ ખુદ નિયમો વિરુદ્ધ જ ચાલે છે ખરેખર તો અધિકારીએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી લેવો જોઈએ અને સરકારી નોકરી મુકી દેવી જોઈએ આ અધિકારી કચ્છ ની જનતા ને જવાબ આપવો જોઇએ કે જર્જરિત આંગણવાડી કેટલી છે કેમ ચાલે છે ? ભાડાની આંગણવાડીઓ કેટલી છે આ ભાડા કોણે નક્કી કર્યા, ભાડાના મકાનો વિસ્તાર ક્યાં કેટલો છે, બાળકો ને ભોજન સારું મળે છે કે નહિ, તેની ખરાઇ એમણે કરેલ છે કે શું ? સરકાર ના આવડા નાણા આપે છે તો ક્યાં વપરાય છે તે નિયમ પ્રમાણે છે કે નહિ ચૌધરી જવાબ આપે તો આવા ઉધ્ધાટનો સાચા ગણાય જો ઉચ્ચ અધિકારી આની સામે પગલાં નહિ લે નિરોણા જિલ્લા પંચાયત સભ્ય રાજેશ આહિર અને કોંગ્રેસ પક્ષ આ અધિકાર સામે કાયદાકીય અને આંદોલન ચલાવશે તેવું શ્રી આહિરે જણાવ્યું હતું