ચૂંટણી પંચ અને એસઆઇઆર ની કામગીરી એક પક્ષી થઈ રહી હોવાના દાવા સાથે ભુજ મામલતદાર ખાતે રજૂઆત

આજરોજ ભુજ મામલતદાર ખાતે ભુજ તાલુકાના મતદારો સાથે રજૂઆત કરવા ગયેલ રજૂઆત એવી હતી કે ચૂંટણી પંચ અને એસઆઇઆર ની કામગીરી એકદમ એક પક્ષી કરી રહ્યા એવું દેખાય છે કેમકે ગામના સરપંચ અને પૂર્વ સરપંચ ત્રણ જેટલા ને પણ જો આ લોકો કાઢી નાખતા હોય અને એક બુથ જ્યાં હજારનો મતદાર હોય એમાં 260 જણા ને કાઢી નાખવામાં આવે એવી જ રીતે દરેક ગામની અંદર કોઈ ગામમાં 400 કોઈ ગામમાં 500 એક એક બુથમાં 50 60 નામ કાઢી નાખવામાં આવે જ્યારે મામલતદારને આ બાબતે રજૂઆત કરી તો મામલતદાર એ કહ્યું કે આની ચકાસણી કરી પછી વિગત જાણી ચકાસણી કરી પછી વિગત જાણવા મળશે જ્યારે નાયબ મામલતદાર એમ કહ્યું કે આ ફોર્મ અમને રાત્રે કોઈ આપી ગયું હતું તો આજે વાંધા અરજીના ફોર્મો છે એક સાથે કેમ આવ્યા અને જે લોકોએ વાંધા નોંધાવ્યા છે તે તમામ નામ ખોટા મોબાઈલ નંબર ખોટા અને ચૂંટણી કાર્ડ ખોટા છે
તો એ લોકોના વાંધા કેમ લેવામાં આવ્યા? ખરેખર મામલતદાર ની જવાબદારી થાય છે કે આ તમામ ફોર્મ ચકાસણી કરી કે વાંધા કરનાર વ્યક્તિ કોણ છે એ સાચો છે કે નહીં એના મોબાઈલ નંબર એને ચૂંટણી કાર્ડ સાચા છે કે નહીં એના ચકાસણી કર્યા વગર ડાયરેક્ટ ગામના લોકોને મોકલી આપવામાં આવ્યા કે આપ અહીંયા ના રહેવાસી કોને મોકલી આપવામાં આવે તો ખરેખર આ ચૂંટણી પ્રક્રિયા ભાજપના કાર્યાલય થી થાય છે તેવું સ્પષ્ટ દેખાય છે કેમકે આમાં મેજોરીટી ૯૦ ટકા મુસ્લિમ મતદારોને કાઢી નાખવામાં આવ્યા છે જ્યારે 10 થી 20 ટકા લોકો બીજી સમાજના પણ છે પણ આ રજૂઆત કરવાનું કારણ એ જ હતું કે ચૂંટણી પ્રક્રિયા એકદમ ભાજપના કહેવાથી થાય છે પહેલા કહ્યું ને હવે પણ કે શું કે આ સરકાર ચોર છે મત ચોર છે અને લોકોનો હક હક છીનવી રહી છે મતદાનનો હક છીનવી રહી છે ખાલી ફક્ત ભુજ તાલુકા અંદર 13000 મતદારો જો કમી કરવામાં આવે તો આ કેટલું યોગ્ય કહેવાય ફક્ત એક વ્યક્તિ જે વાંધા અરજી કરે છે તેને પાંચ ફોર્મ રજૂ કરવાનો હોય છે જ્યારે હજારો વાંધા 13000 વાંધા કોણે કર્યા એ પણ એક સવાલ છે અને જેને ખોટી માહિતી આપી છે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ તેવું મામલતદાર શ્રી ને રફીકભાઈ મારા પ્રદેશ મંત્રી એ રજૂઆત કરી અગર જો એ લોકો સરકારને ખોટી દિશામાં લઈ તેવા લોકો સામે જો ફરિયાદ કરવામાં નહીં આવે તો અમે મામલતદાર શ્રી વિરુદ્ધ પણ ફરિયાદ કરીશું. તેવી ચીમકી ગુજરાત કૉંગ્રેસ પ્રદેશના આગેવાન રફિકભાઈ મારા આપી બીજા આગેવાન એચ એસ આહીર તેમજ વહાબ ભાઈ બચુ તેમજ તમામ ગામના અન્ય આગેવાનો હાજર રહ્યા હતા