કચ્છમાં વધુમાં વધુ દીકરીઓ સુધી “વ્હાલી દિકરી” યોજનાનો લાભ પહોંચડવા ખાસ ઝુંબેશ હાથ ધરાઈ
copy image

કચ્છ જિલ્લામાં વધુમાં વધુ દીકરીઓને ગુજરાત સરકારશ્રીની “વ્હાલી દીકરી” યોજનાના લાભ મળી
રહે તે હેતુથી ખાસ ઝુંબેશનું આયોજન કરવમાં આવ્યું છે. આ યોજનાનો લાભ લેવા માટે સંબંધીત વિસ્તારની
મામલતદારશ્રીની કચેરી ખાતે વિધવા સહાયની કામગીરી સંભાળતા ઑપરેટરશ્રીઓ તેમજ ગ્રામ્ય કક્ષાએ
વિ.સી.ઈ અને જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી પાસેથી અરજી-ફોર્મ મેળવી શકાશે.
“વ્હાલી દીકરી” યોજના અંતર્ગત અરજદાર પોતે પણ http://emahilakalyan.guj.gov.in/ વેબસાઇટ
પર ઓનલાઇન અરજી કરી શકશે.
ગુજરાતમાં દીકરીઓના કલ્યાણ માટે સરકાર કટીબદ્ધ છે. આ કટીબદ્ધતાને સાર્થક કરવા, દીકરીઓના
જન્મને પ્રોત્સાહન આપવા, સ્ત્રીભૃણ હત્યા અટકાવવા, સ્ત્રી શિક્ષણના દરમાં વધારો કરવા તેમજ સમાજમાં સ્ત્રીના
સ્થાનને વધુ મજબૂત બનાવના માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯ થી “વ્હાલી દીકરી” યોજના અમલમાં
મુકવામાં આવી છે.
આ યોજના અંતર્ગત પ્રથમ ત્રણ સંતાનો પૈકીની દીકરીઓને લાભ મળવાપાત્ર છે. દીકરીના જન્મથી
એક વર્ષની અંદર અરજી કરવાની રહેશે. વ્હાલી દીકરી યોજના અંતર્ગત લાભાર્થી દીકરીને કુલ રકમ
રૂ,૧,૧૦,૦૦૦/- ની સહાય ત્રણ હપ્તામાં આવવામાં આવે છે.
પ્રથમ હપ્તો: દિકરીને પ્રથમ ધોરણમાં પ્રવેશ સમયે રૂ.૪૦૦૦/- સહાય મળવાપાત્ર રહેશે.
બીજો હપ્તો: દિકરીને નવમાં ધોરણમાં પ્રવેશ સમયે રૂ.૬૦૦૦/- સહાય મળવાપાત્ર રહેશે.
ત્રિજો/છેલ્લો હપ્તો: દિકરી ૧૮ વર્ષની ઉમરે પહોંચે ત્યારે ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે રૂ.૧,૦૦,૦૦૦/- સહાય મળવાપાત્ર રહેશે.
અરજી સાથે લાભર્થી દીકરીનું જન્મનું પ્રમાણપત્ર, અધારકાર્ડ, માતા-પિતાનું લગ્નનું નોંધણી
પ્રમાણપત્ર, માતા-પિતાનું આધાર કાર્ડ, રેશનકાર્ડ (લાભાર્થી દીકરીનું રેશનકાર્ડમાં નામ હોવું જરૂરી) નિયત
નમૂના મુજબ સ્વ ઘોષણાપત્રક (ફોર્મ સાથે ઉપલબ્ધ છે), વાલીનું કુલ વાર્ષિક આવક પ્રમાણપત્ર (બે લાખથી
ઓછી), નિયત નમૂનામાં એકરારનામું, લાભર્થી દીકરી અથવા માતા-પિતાના બેંક ખાતાની પાસબુકની નકલ
સહિતના આધાર પુરાવા સાથે રજૂ કરવાનાં રહેશે.
“વ્હાલી દિકરી” યોજના અંગે વધુ માહિતી માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી-ભુજ-કચ્છ
ખાતે તથા નં ૦૨૮૩૨-૨૩૦૦૧૦ પર સંર્પક સાધી શકાશે તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકરીશ્રી, ભુજ-
કચ્છની અખબારી યાદીમાં જણાવાયું છે.