ભચાઉ પો.સ્ટે વિસ્તાર માંથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટની બંદુક સાથે બે આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ પૂર્વ-કચ્છ ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જીલ્લામાં ગેરકાયદેસર આર્મ્સ હથિયારો શોધી કાઢવા જરૂરી સુચના આપેલ હોય જેથી એન.એન.ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. પૂર્વ-કચ્છ ગાંધીધામનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સપેકટર ડી.જી.પટેલ તથા એલ.સી.બી. ટીમ ભચાઉ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે શબ્બીર કેસર નરેજા રહે. હિંમતપુરા વિસ્તાર ભચાઉ વાળો તથા તેના મિત્રો સાથે મોટર સાયકલ ઉપર લુણવા – પશુડા ગામની સીમ વિસ્તારમાં નર્મદા કેનાલ ઉપર દેશી બંદુક સાથે શિકાર કરવા માટે ફરી રહેલ છે. જેથી એલ.સી.બી ની ટીમ દ્વારા જરૂરી વર્ક આઉટ કરી ઉપરોકત જગ્યાએ જઈ તપાસ કરતા બે મોટર સાયકલ ઉપર ચાર ઇસમો બેઠેલ હતા જે પોલીસ ને આવતી જોઈ મોટર સાયકલ લઈ લુણવા સીમ થઇ ભચાઉ તરફ ભાગેલ. મોટર સાયકલનો પીછો ક૨તા ભચાઉ બટીયા વિસ્તાર પાસે આવેલ ગાંધીધામ ભચાઉ વાળા સર્વિસ રોડ ઉપરના કટ પાસે બે ઈસમોને દેશી હાથ બનાવટની બંદુક સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ભચાઉ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ Θ.

પકડાયેલ આરોપીઓનાં નામ

(૧) શબ્બીર કેસર નરેજા ઉ.વ. ૩૨ રહે. હિંમતપુરા વિસ્તાર ભચાઉ

(૨) હબીબ રમઝાન ત્રાયા ઉ.વ. ૨૬ રહે. શિકારપુર તા. ભચાઉ

હાજર ન મળી આવેલ આરોપીઓનાં નામ

(૧) આમીરખાન જાનમામદ લંઘા રહે. બોડીંગ રોડ હિંમતપુરા વિસ્તાર ભચાઉ

(૨) રમેશ પ્રવિણભાઈ કોલી રહે. અબડા ચોક ભચાઉ

કબ્જે કરેલ મુદ્દામાલ

  • દેશી હાથ બનાવટની બંદુક નંગ-૧ કિ.રૂ. ૫૦૦૦/-
  • પલ્સર મોટર સાયકલ કિ.રૂ. 30000/-

-મોબાઈલ ફોન નંગ-૨ કિ.રૂ. ૩૫૦૦0/-

કુલ કિ.રૂ. ૭૦,૦૦૦/-

દાખલ થયેલ ગુનાની વિગત

-ભચાઉ પો.સ્ટે.ગુ.ર.નં.૦૦૬૧/૨૦૨૬ આર્મ્સ એક્ટ ક.૨૫(૧-બી)એ,૨૯ તથા જી.પી.એક્ટ-૧૩૫ મુજબ

આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઈન્સપેકટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઈન્સપેકટર ડી.જી.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.