સંઘડ નજીક આવેલ શેલ્ટર હોમમાં આધેડે કર્યો આપઘાત
copy image

અંજાર ખાતે આવેલ સંઘડ ગામ નજીક શેલ્ટર હોમમાં 52 વર્ષીય આધેડે ગળે ફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે વધુમાં માહિતી મળી રહી છે, જે મુજબ શિણાયની અરાવલી સોસાયટીમાં રહી આદિપુરમાં પી.એમ. આંગડિયા પેઢી ચલાવી તેમજ જમીનનો વ્યવસાય ધરાવનાર હતભાગી એવા દિલીપભાઇએ ગત તા. 17/1થી બીજા દિવસના સમયગાળા દરમ્યાન જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ દિવસે હતભાગીએ તબિયત સારી ન હોવાથી ઘરે જમવા માટેની ના કરી હતી. બાદમાં ઘણો સમય વીતી ગયા છતાં પણ આધેડ પરત ન આવતા પરિવારજનોએ તેમની શોધખોળ કરી હતી. બાદમાં આ આધેડ સંઘડ બાજુ શેલ્ટર હોમ પાસે મળી આવ્યા હતા. હતભાગીએ આ શેલ્ટર હોમના બીમના સળિયામાં દોરી બાંધી ગળેફાસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.