મેઘપરમાં ત્રણ યુવાન પર ચાર શખ્સએ છરી વડે હુમલો કરી મચાવી લૂંટ
copy image

મેઘપર (બો.)માં ત્રણ યુવાન પર ચાર શખ્સએ છરી વડે હુમલો કરી બાઇક તથા મોબાઇલની લૂંટ મચાવી હતી. આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, આ બનાવના ફરિયાદી એવા અંજારમાં રહેનાર સગતા સોમા રબારી અને તેમના ભાઈ પોતાની બહેનના ઘરે ગાંધીધામ ગયેલ હતા. અંજારની માતૃસ્પર્શ હોસ્પિટલમાં કામ કરનાર ફરિયાદી અને તેના ભાઈઓ બે બાઈક લઇને પરત અંજાર આવી રહ્યા હતા તે સમયે મેઘપર બોરીચી ધોરીમાર્ગવાળા પુલિયા નજીક પહોંચતા આટોપી ઈશમો ત્યાં ઉભેલ હતા. ફરિયાદીએ વાહન ઊભું રાખતાં આરોપીઓ ત્યાં આવી ગાળાગાળી કરવા માંડયા હતા. બાદમાં ગાળો બોલવાની ના પાડતાં મારામારી કરી હતી. તે સમયે ફરિયાદીનો ભાઇ પણ ત્યાં આવી પહોંચ્યો હતો. આરોપીએ અન્ય શખ્સોને બોલાવી મારામારી કરી છરી વડે હુમલો કરી દીધો હતો ઉપરાંત મોબાઇલ તથા બાઇકની લૂંટ કરી નાસી ગયા હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.