આગામી તા.૨૦મે,૨૦૨૬ સુધી દેશલપર-હાજીપીર રોડ પરથી ભારે/અતિભારે વાહનોની અવર-જવર માટે બંધ રહેશે
કચ્છ-ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, આનંદ પટેલ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧) (બી) અન્વયે તા.૨૦/૦૫/૨૦૨૬ સુધીના સમયગાળા માટે દેશલપર-હાજીપીર રોડ કિ.મી.૦/૦ થી ૩૨/૦ પરથી ભારે/અતિભારે વાહનોની અવર-જવર બંધ કરવા તેમજ આ માર્ગ પરથી દેશલપર-હાજીપીર રોડ પર અવર-જવર કરતા ભારે/અતિભારે વાહનોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા હુકમ ફરમાવેલ છે.
આ હુકમ અન્વયે ભારે વાહન શબ્દનો અર્થ મોટર વ્હીકલ એક્ટમાં જે વ્યાખ્યા આપી છે તે થાય છે. અનુસૂચિ પ્રમાણે (૧) હાજીપીરથી જખૌ પોર્ટ તરફનો હાજીપીર-લુડબાય-ઢોરો-મુરૂ-દેશલપર(ગું.)-કોટડા(જ)-ઉખેડા-બાલાપર-બીટ્ટા-જખો પોર્ટ રોડવાળો રૂટ અને (૨) હાજીપીરથી ભુજ (મુન્દ્રા-કંડલા) તરફનો હાજીપીર-લુડબાય-ઢોરો-મુરૂ-દેશલપર(ગું.)-કોટડા(જ)થી નખત્રાણા, ભુજ, શેખપીર જવા વાળો રૂટ તેમજ (૩) સણોસરા રેલ્વે સ્ટેશન તરફનો હાજીપીર-લુડબાય-ઢોરો-મુરૂ-દેશલપર(ગુ.)-કોટડા(જ)-નખત્રાણા-મંગવાણા-સણોસરા રેલ્વે સ્ટેશનવાળો રૂટ પર ભારે વાહનો પ્રતિબંધિત રહેશે.
વૈકલ્પિક માર્ગ માટે (૧) હાજીપીર-ઝારા-લાખાપર-ઘડુલી-દોલતપર-બરંદા-વાયોર-નલીયા-જખૌ પોર્ટવાળો રૂટ. (૨) હાજીપીર-લુણા-ભીટારા-ધોરડો-લુડીયા-ભીરંડીયારા-ભુજ-શેખપીર રોડવાળો રૂટ (૩) હાજીપીર-નરા ફાટક-દયાપર-માતાનામઢ-મંગવાણા-સણોસરા રેલ્વે સ્ટેશનવાળો રૂટનો ઉપયોગ કરવા જણાવાયું છે.
આ જાહેરનામું સરકારી વાહનો/સરકારી કામે રોકવામાં આવેલ વાહનો તેમજ પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજ/સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી, નખત્રાણાના આદેશાનુસાર સક્ષમ અધિકારીશ્રી દ્વારા અધિકૃત કરેલ વાહનોને લાગુ પડશે નહીં.
આ જાહેરનામા હેઠળ તપાસ કરવાનાં, જાહેરનામાનાં પાલન કરાવવાનાં અને તપાસનાં અંતે ચાર્જશીટ રજૂ કરવાના અધિકાર જિલ્લાનાં પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉપરનાં કર્મચારીઓને રહેશે.