અમદાવાદમાં ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે બંધ

copy image

copy image

અમદાવાદમાં ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી માટે શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ પૂરતો બંધ કરવા અંગેની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ મામલે વધુમાં વિગતો મળી રહી છે, અમદાવાદ શહેરમાં ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી અર્થે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ પૂરતો બંધ કરવા જાહેરાત થઈ છે. જે અન્વયે અમદાવાદ શહેરના અતિ વ્યસ્ત ગણાતા શાહીબાગ અંડરબ્રિજ આગામી 23 જાન્યુઆરીથી 5 દિવસ માટે વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બંધ રહેવા પામશે.