મહેસાણાના મોઢેરામાં ચાલુ કારમાં આગ ભભૂકી : સદભાગ્યે મુસાફરોનો આબાદ બચાવ

copy image

copy image

મહેસાણાના મોઢેરા અંડરપાસ નજીક પસાર થઈ રહેલ કારમાં અચાનક આગ ભાભુકી ઉઠતાં ભારે ધોડદામ મચી જવા પામી હતી. આ બનાવ અંગે વધુમાં વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોઢેરા અંડરપાસ નજીક પસાર થઈ રહેલ કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી ટૂંક જ સમયમાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવેલ હતી. ફાયર વિભાગની ટીમએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદભાગ્યે આ બનાવમાં કારમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.