ભીમાસર રત્નમણિ કંપનીમાં 110 ટ્રક ડ્રાઇવરોની આંખની તપાસ અને સારવાર કેમ્પ યોજાયો

કે. સી. આર. સી ભુજ અને અંજાર ટ્રાફિક પોલીસ અને જીલ્લા પોલીસ નું આયોજન.
રત્નમણિ મેટલ કંપની ખાતે અંધજન મંડળ કે. સી. આર. સી ભુજ દ્વારા તેમજ અંજાર ટ્રાફિક પોલીસ & જીલ્લા પોલીસ અને Sight Saver India ના સહયોગ થી ટ્રાફિક અવેરનેસ અને માર્ગ સુરક્ષા અંતર્ગત ટ્રક ડ્રાઇવરોની આંખની તપાસ અને સારવાર માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમા અંધજન મંડળ ભુજ ના મેનેજર અરવિંદસિંહ ગોહિલ ,રાજુભાઈ પલણ, અંજાર ટ્રાફિક પોલીસ વનરાજસિંહ સોલંકી(ASI), દિનેશભાઈ ચૌધરી (PC), જીલ્લા પોલીસ લખમશીભાઈ ફફલ(ASI), પુષ્પાબેન(ASI), તથા તેમની ટીમ અને અરજણભાઇ ગઢવી(ASI) આદિપુર તેમજ રત્નામણી કંપની ના જનરલ મેનેજરશ્રી સુનિલ જૈન, આસિસ્ટન્ટ જનરલ મેનેજર મુકેશસિંહ, સેફ્ટી ઑફિસર સૌરભભાઈ, કોમર્શિયલ મેનેજર રામજીભાઈ પટેલ, હેલ્થ ઓફિસર જીતેન્દ્ર શ્રીમાળી અને NHAI ના શૈલેષભાઈ રામીસાહેબ વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નેત્ર નિદાન સારવાર કેમ્પ ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
આ કેમ્પનો ઉદેશ છે કે કચ્છના ટ્રક ડ્રાઇવરો જે રાત દિવસ ડ્રાઈવિંગ કરે છે તેમની આંખ તપાસ થાય અને જરૂરી ચશ્મા દવા કે ઓપરેશન દ્વારા સારવાર આપીને એક્સિડન્ટ નું પ્રમાણ ઓછું કરી શકાય અને લોકોની જિંદગી બચાવી શકાય. તેમજ આ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમમાં લોકો ટ્રાફિકના નિયમોથી અવગત થાય અને ટ્રાફિક ના નિયમોનું પાલન કરે તે ઉદ્દેશને ધ્યાન રાખી નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ વાહન ચાલકોને ટ્રાફિક ના નિયમ વાળા પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું. મોટી ટ્રક તથા ટ્રેલર ચાલકોની આંખોની તપાસ કરવામાં આવેલ તેમને નંબર વાળાને દૂરના તેમજ નજીકના ચશ્મા વગેરેની ફ્રી આપવામાં આવ્યા ઓપરેશન લાયક દર્દીઓને વિનામૂલ્યે ઓપરેશન ભુજ મધ્યે કરી આપવામાં આવશે અંધજન મંડળ કે.સી.આર.સી ભુજ ના ભુપેન્દ્રસિંઘ રાવત, સૂર્યદીપસિંહ ગોહિલ, મિતરાજસિંહ ગોહિલ,દીપકભાઈ મહેશ્વરી, હેમેનભાઈ મારવાડા અંધજન મંડળ કે. સી. આર. સી. સ્ટાફએ નેત્ર નિદાન કેમ્પની કામગીરી કરી હતી. કેમ્પ ને સફળ બનાવવા માટે અંજાર ટ્રાફિક પોલીસ અને જીલ્લા પોલીસ અને રત્નામણી કંપનીના સ્ટાફમિત્રો દ્વારા કામગીરી કરવામાં આવી હતી.