માંડવીમાંથી વધુ એક ચોરીનો બનાવ આવ્યો સામે
copy image

માંડવીમાંથી વધુ એક ચોરી બનાવ સામે આવ્યો છે. ગત તા. 17/1ના સમયે આ ચોરીનો બનાવ બન્યો હતો. ત્યારે સૂત્રો જણાવી રહયા છે, માંડવીના ટોપણસર તળાવમાં ઘનશ્યામ ઘાટ પરથી ફુવારાના સાધનો બાજુમાં સિમેન્ટના પતરાવાળા રૂમમાં રાખવામાં આવેલ હતા. ચોર ઈશમોએ દરવાજાનો આગળિયો તોડી તેમાંથી મિક્સર, સાઉન્ડ સિસ્ટમ, વાયરો વગેરે સાધનો કિં. રૂા. 8000ની મત્તા પર હાથ સાફ કર્યો હતો. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.