માંડવી કેમ્પમાં NCC કેડેટ્સની પેરાસેઈલિંગ તાલીમ : જામનગર એનસીસી ગ્રુપના 594 કેડેટ્સ પણ આ કેમ્પમાં સહભાગી

માંડવીમાં રાજ્યકક્ષાના વાર્ષિક તાલીમી કેમ્પમાં પેરાસેલિંગ દ્વારા એનસીસી કેડેટ્સની ઉડાન જામનગર એનસીસી ગ્રુપ હેડ ક્વાર્ટર્સના ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર પી શશીને એનસીસી કેડેટ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું 36 ગુજરાત બટાલિયન એનસીસી ભુજ દ્વારા કેમ્પનું વિશિષ્ટ આયોજન આર્મી તથા નેવીના ૫૯૪ કેડેટ્સ વાયુસેનાના વરિષ્ઠ અધિકારી (સેવાનિવૃત્ત)ના માર્ગદર્શન હેઠળ પેરાસેલિંગ ની તાલીમ લઈ રહ્યા છે

એનસીસી ગ્રુપ જામનગરના આર્મી તથા નેવીના 594 કેડેટ્સ 14 થી 23 જાન્યુઆરી 2026 દરમિયાન માંડવી (કચ્છ) ખાતે યોજાયેલા રાજયકક્ષાના સંયુક્ત વાર્ષિક કેમ્પમાં 36 ગુજરાત બટાલિયન એનસીસી ભુજ દ્વારા આયોજિત પેરાસેલિંગ તાલીમમાં ભાગ લઈ રહ્યા છે કેડેટ્સમાં નેતૃત્વ, ટીમવર્ક, શારીરિક તંદુરસ્તી અને માનસિક સ્થિતિસ્થાપકતાને પ્રોત્સાહન આપવાના ભાગ રૂપે આ સાહસિક તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે
પ્રમાણિત ટ્રેનર્સની નિષ્ણાત દેખરેખ હેઠળ, કેડેટ્સને પેરાસેલિંગના મૂળભૂત સિદ્ધાંતોનો પરિચય કરાવવામાં આવી રહ્યો છે.જેમાં સલામતીના પગલાં, પેરાસેલિંગના સાધનોનું સંચાલન અને હવાઈ નેવિગેશનનો સમાવેશ થાય છે આ સાહસિક અનુભવે કેડેટ્સને ડરને દૂર કરવા તેમની મર્યાદાઓનું પરીક્ષણ કરવા અને માંડવીના દરિયાકિનારા ઉપર ઉડાન ભરી આત્મવિશ્વાસ વધારવાની અમૂલ્ય તકો આપી છે

વીઓ:-૨
પેરાસેલિંગ તાલીમ એક રોમાંચક અને લાભદાયી અનુભવ સાબિત થઈ રહ્યો છે જેનાથી કેડેટ્સના આત્મવિશ્વાસ હિંમત અને અનુકૂલનક્ષમતા નોંધપાત્ર વધી છે આવી સાહસિક પ્રવૃત્તિઓ એનસીસી તાલીમનો એક અભિન્ન ભાગ છે જેનો ઉદ્દેશ્ય લશ્કરી અને નાગરિક જીવન બંને માટે જરૂરી આત્મનિર્ભરતા શિસ્ત અને નેતૃત્વના ગુણોને પ્રોત્સાહન આપવાનો છે

બ્રિગેડિયર પી શશીએ કેમ્પમાં પરેડ નિરીક્ષણ કરી ગાર્ડ ઓફ ઓનરની સલામી જીલી હતી અને વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવનાર કેડેટ્સને મેડલ્સથી સન્માનિત કર્યા હતા
પેરાસેલિંગમાં 30 વર્ષનો બહોળો અનુભવ ધરાવનાર ભારતીય વાયુસેનાના વરિષ્ઠ અધિકારી ગ્રુપ કેપ્ટન એન એસ શોકીન ( સેવાનિવૃત ) ના નિષ્ણાત માર્ગદર્શન હેઠળ કેમ્પમાં કેડેટ્સ પેરાસેલિંગની રોમાંચક તાલીમ લઈ રહ્યા છે
પેરાસેલિંગ પ્રવૃત્તિનું સફળ સમાપન એનસીસી ગ્રુપ જામનગર માટે વધુ એક સીમાચિહ્નરૂપ છે જે NCC ના સૂત્ર એકતા અને શિસ્ત અનુસાર જવાબદાર આત્મવિશ્વાસુ અને સક્ષમ નાગરિકત્વને પ્રેરિત કરી રાષ્ટ્રીય સેવાના મિશનને સાર્થક કરી રહ્યું છે

વીઓ:-૩
આ કેમ્પમાં યુદ્ધ દરમિયાન માહિતીનું આદાનપ્રદાન ડ્રોનનુ લોકેશન સ્પોટિંગ ઓપેરેટિંગ દેશની સુરક્ષા જાળવવા સચેત નાગરિક તરીકેની ફરજો નાગરિક સંરક્ષણ પ્રાથમિક સારવાર વગેરેની ખૂબ ઉપયોગી તાલીમ પણ કેડેટ્સને આપવામાં આવી રહી છે 36 ગુજરાત બટાલિયન એનસીસી ભુજના કમાન્ડિંગ ઓફિસર કર્નલ વિકાસ પ્રભાકરના માર્ગદર્શન હેઠળ એસોસિએટ એનસીસી ઓફિસર્સ તથા પીઆઈ સ્ટાફની જહેમત સાથે આ વાર્ષિક તાલીમ કેમ્પ સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે

બાઈટ:- પી શશી બ્રિગેડિયર