અરવલ્લીમાં સર્જાયો ભયાનક અકસ્માત : ઘઉંની બોરીઓ ભરેલી ટ્રક નદીમાં ખાબકી

copy image

copy image

અરવલ્લીમાં ભયાનક અકસ્માત સર્જાયો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. ત્યારે ગોઝારા બનાવ અંગે માહિતી મળી રહી છે, અરવલ્લીના ભિલોડા-ઈડર હાઇવે પર આ બનાવ બન્યો હતો. ઘઉંની બોરીઓ ભરીને જઈ રહેલી એક ટ્રક જ્યારે ભિલોડા-ઈડર હાઇવે પર આવેલા ઘાંટી ગામ નજીક પહોંચી હતી ત્યારે ટ્રકના સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં આ ટ્રક બ્રિજની રેલિંગ તોડીને સીધી નીચે વહેતી ઇન્દ્રાસી નદીમાં ખાબકી હતી. આ બનાવમાં ટ્રક પલટી મારી જતાં ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.