માંડવી ટાઉનમાં થયેલ મંદીર ચોરી તથા કેબલ ચોરીના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપીને પકડી ચોરીમાં ગયેલ તમામ મુદામાલ રીકવર કરતી માંડવી પોલીસ

મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ,સરહદી રેન્જ,ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી ગૌતમ વિવેકાનંદન સાહેબ, તથા ઈ.નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી.બી.ભગોરા સાહેબ મુન્દ્રા વિભાગ-મુન્દ્રા નાઓએ ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ મંદીર ચોરી તથા કેબલચોરીના વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ.

જે અન્વયે માંડવી પોલીસ સ્ટેશનના પો.ઈન્સ.શ્રી સી.વાય.બારોટ તથા ઈ.પો.ઈન્સ.શ્રી વી.વી.ભોલાનાઓના માર્ગદર્શન અને સુચના હેઠળ,માંડવી પોલીસ સ્ટાફના અધિ./કર્મચારીઓ માંડવી પોલીસ સ્ટેશન (૧) એ પાર્ટ ગુ.ર.ન. ૧૧૨૦૫૦૩૧૨૬૦૦ ૩૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૫(ડી),૩૩૧(૩) મુજબના ગુનાનો મુદામાલ પિત્તળના ઢાળેલી એક ઠાકોરજી મુર્તિ કિ.રૂ.૫૦૦૦/-,એક પિત્તળના ઢાળેલી રાધાજીની મુર્તિ કિ.રૂ.૩૫૦૦/- તથા ત્રણ ચાંદીના નાના મોટા છત્ર કિ.રૂ.૧૫૦૦/- તથા એક ચાંદીની લોટી કિ.રૂ.૨૫૦/- તથા એક તાંબાનુ તપેલુ કિ.રૂ.૧૫૦૦/- એમ કુલ્લે કિ.રૂ. ૧૧,૭૫૦/- તથા (૨) એ પાર્ટ ગુ.ર.ન.૧૧૨૦૫૦૩૧૨૬૦૦૩૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૦૫(ઇ),૩૩૧(૩),૩૩૧(૪) મુજબના ગુનાનો મુદામાલ SM Professional કંપનીનુ મિક્ષર આશરે કિ.રૂ.૪૦૦૦/- તથા સાઉન્ડ સિસ્ટમ કનેક્ટ કરવાના ચાર કેબલો આશરે કિ.રૂ.૪૦૦૦/- એક કુલ્લે રૂ.૮૦૦૦/-ની આ બને ગુના મંદીર ચોરી તથા કેબલ ચોરીના આરોપી તથા મુદામાલ રીકવર કરવા બાબતે માંડવી પોલીસ સ્ટાફના અધિ./કર્મચારીઓએ ચોર ઇસમને પકડી પાડવા સક્રિય હોય તે દરમ્યાન પો.કોન્સ રામભાઇ ખીમરાજભાઇ તથા કિરણભાઇ વિરમભાઇ નાઓને સંયુકત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે વિનોદ નારાણ મારવાડા રહે.મારવાડા વાસ માંડવી વાળા પાસે ઉપરોક્ત બને ગુનાનો મુદામાલ તેના રહેણાક મકાનમાં છુપાવી રાખેલ છે. તેવી ચોકકસ અને ભરોસા લાયક બાતમી હકીકત મળતા બાતમીવાળી જગ્યાએ જઇ સદરહુ ઇસમની યુક્તિ-પ્રયુક્તિ થી પુછપરછ કરી તથા ટેકનીકલ સર્વેલન્સ તથા સી.સી.ટી.વી. ફુટેજ તપાસી તેના આધારે આરોપીને વેરીફાઇ કરી, માહિતી એકત્ર કરી, ચોરી થયેલ તમામ મુદામાલ સાથે આરોપીને પકડી પાડી માંડવી પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવેલ.

કબ્જે કરેલ મુદામાલ

માંડવી પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન. ૧૧૨૦૫૦૩૧૨૬૦૦૩૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૫(ડી),૩૩૧(૩)મુજબના ગુનાનો મુદામાલ (૧) પિત્તળના ઢાળેલી એક ઠાકોરજી મુર્તિ કિ.રૂ.૫૦૦૦/- (૨) એક પિત્તળના ઢાળેલી રાધાજીની મુર્તિ કિ.રૂ.૩૫૦૦/- (૩) ત્રણ ચાંદીના નાના મોટા છત્ર કિ.રૂ.૧૫૦૦/- (૪) એક ચાંદીની લોટી કિ.રૂ.૨૫૦/- (૫) એક તાંબાનુ તપેલુ કિ.રૂ.૧૫૦૦/- એમ કુલ્લે કિ.રૂ.૧૧,૭૫૦/-

માંડવી પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન. ૧૧૨૦૫૦૩૧૨૬૦૦૩૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૫(ડી),૩૩૧(૩)મુજબ ગુનાનો મુદામાલ (૧) SM Professional કંપનીનુ મિક્ષર આશરે કિ.રૂ.૪૦૦૦/- (૨) સાઉન્ડ સિસ્ટમ કનેક્ટ કરવાના ચાર કેબલો આશરે કિ.રૂ.૪૦૦૦/- કુલ્લે રૂ.૮૦૦૦/-

કુલ્લે મુદામાલ કી.રૂા. ૧૯,૭૫૦/-

આરોપીની વિગત

વિનોદ નારાણ મારવાડી ઉ.વ. ૨૫ રહે. મારવાડા વાસ, માંડવી

ડીટેક્ટ થયેલ ગુનાની વિગત

(૧) માંડવી પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન. ૧૧૨૦૫૦૩૧૨૬૦૦૩૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૫(ડી),૩૩૧(૩)મુજબ

(૨) માંડવી પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન. ૧૧૨૦૫૦૩૧૨૬૦૦૩૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૩૦૫(ઇ),૩૩૧(૩),૩૩૧(૪) મુજબ

ઉપરોક્ત કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર શ્રી સી.વાય.બારોટ તથા ઈ.પો.ઈન્સ.શ્રી વી.વી.ભોલા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી એમ.કે.પરમાર તથા એ.એસ.આઇ દિક્ષાંતભાઇ કરશનભાઇ કરમટા તથા પો.હે.કો. વશરામભાઇ વગતાભાઇ પટેલ, અશ્વીનભાઇ લક્ષ્મણભાઇ નાટડા તથા પો.કોન્સ. કિરણભાઇ ચૌધરી, રામભાઇ ગઢવી, રામશીભાઇ હાજાભાઇ રબારી,આનંદભાઇ ગોદડભાઇ ધોકડીયાએ રીતેના પોલીસ સ્ટાફના અધિ.કર્મચારીઓએ સફળ કામગીરી કરેલ.