“વાયોર વિસ્તારમાંથી બોગસ ડોક્ટરને પકડી પાડતી એસ.ઓ.જી.પશ્ચિમ કચ્છ-ભુજ

પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજના શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ-જીલ્લામાં કોઈપણ જાતની ડોક્ટરની ડિગ્રી વગર અથવા બનાવટી ડિગ્રી આધારે ક્લીનીક/દવાખાનાઓ ખોલી લોકોના જીંદગી સાથે ચેડા કરતા નકલી ડોક્ટરોને શોધી કાઢી આવી ક્લીનીકો/દવાખાનાઓ ઉપર રેઈડ કરવા માટે સુચના આપેલ હોય જે સુચના અન્વયે એસ.ઓ.જીનાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.ડી.પરમાર તથા પોલીસ ઇન્સ્પેકટરશ્રી પી.સી.શીંગરખીયાનાઓએ તાબાના કર્મચારીઓને આવા બનાવટી ડિગ્રી આધારે ક્લીનીક/દવાખાનાઓ ખોલી લોકોના જાઁદગી સાથે ચેડા કરતા નકલી ડોક્ટરોને શોધી કાઢી આવી ક્લીનીકો/દવાખાનાઓ ઉપર રેઈડ કરવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ. જે અન્વયે એસ.ઓ.જી. સ્ટાફના અધિકારી/ કર્મચારીઓ પ્રયત્નશીલ હતા.
દરમ્યાન ગઇકાલ તા.૨૦/૦૧/૨૦૨૬ નાં રોજ એસ.ઓ.જી સ્ટાફના કર્મચારીઓ અબડાસા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ જોરાવરસિંહ ગગુભા જાડેજા તથા એ.એસ.આઈ. માણેકભાઈ રાજીયાભાઈ ગઢવીનાઓને સંયુક્ત રીતે મળેલ ખાનગી રાહે સચોટ બાતમી હકિકત અન્વયે જરૂરી વર્કઆઉટ કરી અબડાસા તાલુકાના વાયોર ગામ ખાતે ખુશ્બુ ક્લિનીક ચલાવતા બોગસ ડોક્ટર ઝડપી પાડી મજકુર આરોપી વિરુદ્ધ વાયોર પોલીસ સ્ટેશનમાં ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ-૧૯૬૩ તથા બી.એન.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી
ધવલ વિનુભાઈ શ્રીમાળી(પંડયા), ઉ.વ.૨૧, રહે. મુળ. પંડયાવાસ, વિજાપુર, જી. મહેસાણા. હાલ રહે. વાયોર, તા. અબડાસા, કચ્છ-ભુજ.
કબ્જે કરેલ મુદ્દામાલ
- એલોપેથીક દવાઓ, દવાઓના બીલ, મેડીકલ સાધનો તથા લાઈટબીલ કુલ્લે કિ.રૂ.
५,८४,०५७/-
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ
એસ.ઓ.જી. પશ્ચિમ-કચ્છ-ભુજનાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.ડી.પરમાર, પોલીસ ઇન્સ્પેકટરશ્રી પી.સી.શીંગરખીયા તથા પો.સબ.ઇન્સશ્રી કે.વી.ડાંગર વાચોર પોલીસ સ્ટેશનનાઓ તથા એસ.ઓ. જી.,ભુજના પોલીસ કર્મચારીઓ એ.એસ.આઇ. જોરાવરસિંહ જાડેજા, માણેકભાઈ ગઢવીનાઓ જોડાયેલ હતા.