ભુજની મહિલા વિકાસ સેલ દ્વારા PM-USHAના આર્થિક સહયોગથી “કૌશલ્ય વિકાસ, મહિલા સશક્તિકરણ અને લિંગ સંવેદનશીલતા” પર સેમિનારનું આયોજન કરાયું

આર. આર. લાલન કોલેજ, ભુજની મહિલા વિકાસ સેલ દ્વારા PM-USHAના આર્થિક
સહયોગથી “કૌશલ્ય વિકાસ, મહિલા સશક્તિકરણ અને લિંગ સંવેદનશીલતા” વિષય પર એક
દિવસીય રાજ્યસ્તરીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
સેમિનારનો ઉદ્દેશ્ય મહિલાઓમાં કૌશલ્ય વિકાસ, આત્મવિશ્વાસ, સશક્તિકરણ તથા લિંગ
સમાનતાની જાગૃતિ ફેલાવવાનો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી
કરવામાં આવી. ડૉ. એકતા જોષીએ સેમિનારનો પરિચય આપી મહેમાનોનું શાબ્દિક સ્વાગત
કર્યું. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સી. એસ. ઝાલાએ સેમિનારના હેતુ અને મહત્વ પર પ્રકાશ પાડ્યો
હતો.
સેમિનારમાં મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રીમતી અવની રાવલે મહિલા
સશક્તિકરણ વિષય પર માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા યુવા વિકાસ અધિકારી સુશ્રી દેવાંશી
ગઢવી દ્વારા લિંગ સંવેદનશીલતા વિષય પર વિચારપ્રેરક વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું.
જ્યારે વેરાવળ સરકારી સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડૉ. સ્મિતા બી. છાગ દ્વારા ઉચ્ચ
શિક્ષણમાં મહિલાઓ માટે સહનશક્તિ અને સામનો કરવાની વ્યૂહરચનાઓ વિષય પર
પ્રેરણાદાયી પ્રવચન આપવામાં આવ્યું છે.
આ સેમિનારમાં વિવિધ ક્ષેત્રોના ૨૨ ફેકલ્ટી સભ્યો અને ૭૨ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર
ભાગ લીધો હતો. સમગ્ર સેમિનારનું સંચાલન શ્રીમતી રંજન પરમાર દ્વારા કરવામાં આવ્યું. અંતે
આભારવિધિ ડૉ. પલ્લવી ચૌહાણએ કરી હતી.