અબડાસાના પદ્ધરના વાડી વિસ્તારમાં 26 વર્ષીય યુવાને કર્યો આપઘાત
copy image

અબડાસા ખાતે આવેલ પદ્ધરના વાડી વિસ્તારમાં 26 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે વધુમાં વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, અબડાસાના પદ્ધર વાડીમાં રહેનાર એવો ખેતારામ ભટ્ટ નામનો યુવક ગત દિવસે બપોરના સમયે વાડીએ હતો. તે સમયે કોઈ અકળ કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. બનાવ અંગે જાણ થતાં તાત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.