રાધનપુર-મહેસાણા હાઇવે પર એસટી બસની ટક્કરે બાઈક ચાલક ઠાકોર ભરતજી કમકમાટીભર્યું મોત

પાટણ જીલ્લાના રાધનપુર-મહેસાણા સહિતના હાઇવે પર વહેલી સવારે એસટી બસની ટક્કર બાઈકચાલકનું કરૂણમોત નીપજ્યું છે શંખેશ્વર તાલુકાના જેસડા અને ખીજડયારી વચ્ચે એસ.ટી. બસ અને બાઇક વચ્ચે અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજતા પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.
આ અંગે મળતી વિગત મુજબ શંખેશ્વર તાલુકાના જેસડા અને ખીજડયારી વચ્ચે વહેલી સવારે હારીજ ડેપોની હારીજ-તારાનગર એસ.ટી. બસ પસાર થઇ રહી હતી તે દરમ્યાન બાઇક અને બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બાઇક સવાર ઠાકોર ભરતજી રાણાજીનું બસના પાછળના ટાયર નીચે આવી જવાથી ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયુ હતુ.
ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતક ઠાકોર ભરતજી રાણાજીની લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી
