અકસ્માતમાં એસટી બસ પુલ પર લટકી, 30 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

ગુજરાતમાં રોજેરોજ અકસ્માતના બનાવો બનતા હોય છે. જેમાં એસટી બસને સૌથી વધુ અકસ્માતો થતા હોય છે. એસટી અમારી હવે જરા પણ સલામત સવારી નથી રહી તેના પુરાવા રોજેરોજ મળતા હોય છે, ત્યારે અમરેલીમાં એસટી બસને અકસ્માત થતા બસ પુલ પર લટકી હતી. જોકે, એસટી બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનું મુસાફરોએ કહ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલીના ખાંભાના જીવાપર ગામ નજીક આ ઘટના બની હતી. બગસરા-બગદાણા રૂટ પરથી એસટી બસ પસાર થઈ રહી હતી, ત્યારે તેને અકસ્માત નડ્યો હતો. જેમાં એસટી બસ પુલ પર ઉપર લટકી ગઈ તી. આ બસમાં 30 ઉપરાંત મુસાફરો સવાર હતા. પણ બસ લટકી જતા મોટી દુર્ઘટના ટળી હતી. પરંતુ 7 જેટલા મુસાફરોને સામાન્ય નાની મોટી ઇજા થઈ હતી.
