ગાંધીધામમાં 18 વર્ષીય યુવતીએ જીવનલીલા સંકેલી

copy image

copy image

ગાંધીધામમાં 18 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઇ જીવનલીલા સંકેલી લીધી હતી. ત્યારે આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, ગત તા. 21/1ના ગાંધીધામ શહેરના જી.આઇ.ડી.સી. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પોતાની નાની-નાનાના ઘરે રહેનાર હરભાગી એવી કાજલ ગગુબેન દેવીપૂજક નમણાઈ યુવતી ઘરે હાજર હતી તે સમયે કોઈ અકળ કારણોસર લાકડાની આડીમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. ઘટના અંગે જાણ થતાં જ તાત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતી જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું. આ બનાવ પાછળનું કારણ જાણવા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.