‘વિકસિત ભારત – જી રામ જી અધિનિયમ’ અંગે વ્યાપક જનજાગૃતિ લાવવા કચ્છ જીલ્લા ભાજપ દ્વારા આહવાન

વિકસિત ભારત – જી રામ જી અધિનિયમ’ અંગે વ્યાપક જનજાગૃતિ લાવવા હેતુ કચ્છ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદની અધ્યક્ષતામાં જિલ્લાની કાર્યશાળા યોજાઈ હતી જેમાં પાલનપુરના ધારાસભ્ય અને વક્તા અનિકેતભાઈ ઠાકર, સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યશાળામાં મુખ્ય વક્તા તરીકે ખાસ ઉપસ્થિત રહેલા અનિકેતભાઈ ઠાકરે વિકસિત ભારત – જી રામ જી અધિનિયમ ની વિસ્તૃત રીતે સમજ આપી ઉપસ્થિત સૌને આ યોજના ની સાચી માહિતી લોકો સુધી પહોંચે અને તેના લાભો વિશે લોકો માહિતગાર થાય અને વધુમાં વધુમાં લોકો આ યોજનાનો લાભ લે તે માટે ખાસ પ્રયત્ન કરવા જણાવ્યું હતું.

જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારનો આ અધિનિયમ લોકોપયોગી અને નાના માણસને વધુ ફાયદો અપનારો બની રહેશે જેથી તેનો યોગ્ય પ્રચાર પ્રસાર થાય તે માટે દરેક મંડળ સહિત સમગ્ર જિલ્લા ભાજપ સંગઠન કાર્ય કરશે.

કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ પણ આ અધિનિયમની વિસ્તૃત માહિતી આપી સરકાર અને સંગઠન સાથે મળી વધુમાં વધુ જરૂરિયાતમંદ લોકો સુધી આ યોજનાની માહિતી પહોંચે અને લાભ મળે તેવા પ્રયત્ન કરવા જણાવ્યું હતું તેમજ મોદી સાહેબના વિકસિત ભારતના વિઝનને પણ આ યોજનાથી વિશેષ બળ મળશે તેવું જણાવ્યું હતું.

ભુજ વિધાનસભાના ધારાસભ્ય કેશુભાઈ પટેલે પણ વિકસિત ભારત જી રામ જી અધિનિયમ ની સાચી માહિતી જન જન સુધી પહોંચવી જોઈએ જેની જવાબદારી આપણા સૌની હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું.

આ વિશેષ બેઠકમાં જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ ઉપરાંત જીલ્લા પંચાયત પૂર્વ અધ્યક્ષા પારૂલબેન કારા, વાલજીભાઇ ટાપરીયા, દેવરાજભાઇ ગઢવી, અભિયાન ની ટીમના સભ્યો તેમજ અપેક્ષિત શ્રેણી ના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

સ્વાગત પ્રવચન હિતેશભાઇ ખંડોરે, સંચાલન જયસુખભાઇ પટેલે જયારે આભાર વિધિ ડેનીભાઈ શાહે કરી હોવાનું કચ્છ જિલ્લા ભાજપના મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરાની યાદીમાં જણાવાયું હતું.