તમામ ખાતેદાર ખેડૂતોએ ૩૧ મી માર્ચ ૨૦૨૬ સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી (ખેડૂત નોંધણી) કરાવવું ફરજીયાત
copy image

કેન્દ્ર સરકાર દ્વારા ડિજીટલ પબ્લીક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કૃષિ સબબ એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અમલમાં મૂકાયો છે. જેમાં
તમામ ખેડૂત ખાતેદારોને ફાર્મર રજિસ્ટ્રી(ખેડૂત નોંધણી) કરાવવી ફરજિયાત છે. જે મુજબ આગામી ૩૧ મી માર્ચ
સુધીમાં રજિસ્ટ્રેશન નહીં કરાવનાર ખેડૂતોને ભવિષ્યમાં કલ્યાણકારી યોજનોનો લાભ નહીં મળી શકે.
હાલમાં, ફાર્મર રજિસ્ટ્રીનો મુખ્ય ઉપયોગ કૃષિ તથા સંલગ્ન વિભાગો દ્વારા ચાલતી વિવિધ કલ્યાણકારી
યોજનાઓનો લાભ જિલ્લાના તમામ ખેડૂતોને સરળ, પારદર્શક, અને સમયસર પુરો પાડી શકાય તે માટેનો છે. આ
સિવાય ફાર્મર રજિસ્ટ્રીથી ખેડૂતોની ઓળખ પ્રસ્થાપિત કરી શકાશે. તેમજ કૃષિ સેવાઓ જેવી કે કૃષિ ધિરાણ, ટેકાના
ભાવે ખરીદી, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના જેવી યોજનાઓના લાભ ખેડૂતોને ઝડપથી પહોંચાડવા
માટેનો છે. હાલમાં, પી.એમ કિસાન યોજના અંતર્ગત લાભ મેળવવા તેમજ મળતો લાભ ચાલુ રાખવા તમામ
ખેડૂતો માટે ફાર્મર રજિસ્ટ્રી ફરજીયાત કરવામાં આવેલ છે. આથી તમમાં બાકી રહેતા ખાતેદાર ખેડૂતોએ
ફાર્મર રજિસ્ટ્રી કરવા અનૂરોધ છે.
બહારગામ રહેતા ખેડૂતોએ ધ્યાનમાં રાખવા જેવી બાબત
બહાર ગામ રહેતા ખેડૂતો https://gjfr.agristack.gov.in/farmer-registry-gj/#/ વેબસાઇટ પર જઇ સેલ્ફ
રજિસ્ટ્રેશન કરી શકે છે અથવા કોઇ પણ નજીકના સી.એસ.સી (કોમ્પ્યુટર સહાયતા કેન્દ્ર) પર જઇ ફાર્મર રજિસ્ટ્રી
કરાવી શકે છે. આ માટે તમામ ખેડૂતોએ આધાર કાર્ડ/ જમીનના ઉતારાની નકલ- ૮અ, તેમજ આધાર કાર્ડ લીંક હોય
તે મોબાઇલ અથવા અન્ય મોબાઇલ સાથે રાખવો ખાસ જરૂરી છે અને દસ્તાવેજની નકલ કોઇ પણ ઓપરેટરને
આપવાની રહેતી નથી ફ્કત વિગતો માટે ઓપરેટરને બતાવવાની રહે છે.