સમુદ્રની અંદર ૨,૦૦૦ સર્વર્સ સાથે બનાવ્યું દુનિયાનું પહેલું અંડરવોટર AI ડેટા સેન્ટર

copy image

copy image

ચીને આટફિશિયલ ઈન્ટેલિજન્સ માટે વધતી ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવા દુનિયાનું પહેલું અંડરવોટર એઆઈ ડેટા સેન્ટર શરૂ કર્યું છે. શાંઘાઈના લિંગાંગ સ્પેશિયલ એરિયા નજીક સમુદ્રમાં બનાવવામાં આવેલું આ ડેટા સેન્ટર પવન ઉર્જા અને સમુદ્રના ઠંડા પાણીનો ઉપયોગ કરીને સર્વર્સ ચલાવે છે. મળતી માહિતી અનુસાર આ પ્રોજેક્ટમાં લગભગ ૨,૦૦૦ સર્વર્સ પ્રેશર-રેઝિસ્ટન્ટ અંડરવોટર મોડયુલ્સમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. જેને એઆઈ મોડલ ટ્રેનિંગ, બિગ ડેટા પ્રોસેસિંગ અને ચીનના સ્થાનિક લાર્જ લેંગ્વેજ મોડલ્સ માટે ઉપયોગમાં લેવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટની કુલ ક્ષમતા ૨૪ મેગાવોટ સુધી પહોંચશે. આ ડેટા સેન્ટરની સૌથી મોટી વિશેષતા તેનું કૂલિંગ સિસ્ટમ છે. સામાન્ય રીતે પરંપરાગત ડેટા સેન્ટરમાં લગભગ ૪૦થી ૫૦ ટકા વીજળી માત્ર સર્વર્સને ઠંડા રાખવા માટે વપરાય છે. પરંતુ અહીં સમુદ્રનું કુદરતી ઠંડુ પાણી સર્વર્સને ઠંડા રાખે છે,ઉલ્લેખનીય છે કે, જેટલો પીયુઈ ઓછો હોય તેટલી ઊર્જાનો વધુ ભાગ સીધો કમ્પ્યુટિંગ માટે વપરાય છે અને ઓછો ભાગ કૂલિંગ તથા અન્ય સપોર્ટ સિસ્ટમ્સ માટે જાય છે. આ સુવિધા સમુદ્ર સપાટીથી અંદાજે ૧૦થી ૩૫ મીટર નીચે સ્થાપિત કરવામાં આવી છે. તેને નજીકના ઓફશોર પવન ઊર્જા પ્લાન્ટ સાથે સીધી રીતે જોડવામાં આવી છે. આ પ્રોજેક્ટની ૯૫ ટકા કરતાં વધુ વીજળી રિન્યૂએબલ એનર્જીમાંથી આવે છે.