માઉન્ટ એવરેસ્ટ સર કર્યા બાદ દુર્ઘટના, ઉતરતી વખતે બે ભારતીય પર્વતારોહકોના મોત

copy image

copy image

દુનિયાનું સૌથી ઊંચું શિખર Mount Everest સર કર્યા બાદ બે ભારતીય પર્વતારોહકોના દુઃખદ મોત થયા છે. નેપાળના અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું કે બંને Climbers Summit પૂર્ણ કર્યા બાદ નીચે ઉતરતી વખતે ગંભીર રીતે થાકી ગયા હતા નેપાળ EOAના સચિવ જનરલ રિષિ ભંડારીએ માહિતી આપતા જણાવ્યું કે, સંદીપ આરેએ બુધવારે Mount Everestનું Summit પૂર્ણ કર્યું હતું, જ્યારે અરુણ કુમાર તિવારીએ ગુરુવારે સાંજે લગભગ 5:30 વાગ્યે શિખર સર કર્યું હતું. પરંતુ પાછા ઉતરતી વખતે બંને Climbers અત્યંત થાકી ગયા હતા. Sherpa Guides દ્વારા તેમને બચાવવાના સતત પ્રયાસો કરવામાં આવ્યા હતા, છતાં તેઓને બચાવી શકાયા નહોતા. અહેવાલ અનુસાર સંદીપ આરેની તબિયત ઉતરતી વખતે વધુ ખરાબ થઈ ગઈ હતી. Sherpa ટીમે તેમને Balcony Areaમાંથી South Col સુધી લાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમનું મૃત્યુ થયું.બીજી તરફ અરુણ કુમાર તિવારી પણ Hillary Step નજીક ગંભીર રીતે Exhausted થઈ ગયા હતા. તેમની સાથે રહેલા અનુભવી Sherpa Guidesએ વારંવાર Rescue કરવાનો પ્રયાસ કર્યો હતો.