ભચાઉના છાડવારા નજીક માછીમારી કરવા ગયેલા આધેડનું પડી જતાં મોત

copy image

copy image

ભચાઉના છાડવારા નજીક માછીમારી કરવા ગયેલા આધેડનું પડી જતાં મોત થયું હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. આ બનાવ અંગે વધુમાં વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, 42 વર્ષીય યુસુફ ઇશાક સોતા હતભાગી છાડવારાના સીમ વિસ્તારમાં મીઠાના કારખાના બાજુ માછીમારી કરવા ગયેલ હતા. કરવા ગયા હતા. પગપાળા જઇ રહેલા યુસુફનો પગ લપસતાં તે પડી ગયા હતા. તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા તેમને મૃત ઘોષિત કરાયા હતા. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.