અમદાવાદમાં ફરી એક વખત ગોઝારા અકસ્માતે યુવકનો ભોગ લીધો
copy image

અમદાવાદના બાવળા-બગોદરા હાઈવે પર વધુ એક ગોઝારો બનાવ બન્યો છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, બાવળા-બગોદરા હાઈવે પર એક રાહદારી યુવકને અજાણ્યા વાહનએ હડફેટે લેતા તેનું મોત થયું હતું. હતભાગી યુવક આ માર્ગેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમ્યાન અજાણ્યા વાહને તેને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સરજ્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં યુવાનનું ગંભીર ઇજાઓના પગલે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.