ગઢશીશા નજીક નખત્રાણાના વડવા કાંયાના સીમાડે દારૂની કટિંગ પહેલાં જ એલસીબીએ અડધા કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના આપેલ.
જે સુચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.એમ. મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબ તથા એમ.એચ.શીણોલ સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે સુચના અનુસંધાને એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન ASI વિરેંદ્રસિંહ જાડેજા તથા સુનિલભાઇ પરમારનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, “જીતુભા મંગળસિંહ સોઢા રહે સોઢા કેમ્પ, ખાનાય તા અબડાસા વાળો તેના સાગરીતો સાથે મળીને પોતાના આર્થિક લાભ માટે ગુન્હાહીત કાવતરું રચી, ગુજરાત રાજ્યમાં દારૂબંધી કાયદો અમલમાં હોવાનું જાણવા છતાં તેના સાગરીતો મારફતે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મોટાપ્રમાણમાં એક ટ્રક મારફતે મંગાવી અને તે ઈગ્લીશદારુ થી ભરેલ ટ્રક હાલે મંગવાણા થી ગઢશીશા રોડ પર ડાબી બાજુ આવેલ વડવા કાયા ગામની સીમ વિસ્તારમાં બાવળોની ઝાડીઓમાં છે અને તે ટ્રકમાંથી ઈગ્લીશદારૂનુ કટીંગ હાલે ચાલુમાં છે.” જે હકીકત આધારે તપાસ કરતા ઉપર મુજબની વિગતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ જેથી કાયદેસરની કાર્યવાહી કરી નખત્રાણા પોલીસ સ્ટેશન સી. પાર્ટ ગુ.ર.નં.૧૦૫૫/૨૦૨૬ પ્રોહિ ક.૬૫-(એ)(ઈ),૧૧૬(બી),૮૧,૮૩,૯૮(૨) મુજબનો ગુનો રજીસ્ટર કરાવી તમામ મુદ્દામાલ નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે. તથા હાલમાં પકડાયેલ આરોપી સતારખાન રમજાનખાન પઠાણ, રહે. ગાગરીયા, તા. રામસર, જી. બાડમેર, રાજસ્થાનની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ મુજબ, તે પંજાબથી પટીયાલા તથા લુધિયાણા બાયપાસ મારફતે માલ ભરી ભારતમાલા હાઇવે ઉપર પટીયાલાથી ભટીંડા, થરાદ, ડીસા, પાલનપુર, મહેસાણા, અમદાવાદ, સાણંદ, હળવદ, માળીયા, સામખીયાળી, અંજાર, ભુજ થઈ વળવાંકાયા, નખત્રાણા ખાતે સિમ કટીંગ કરવા માટે આવેલ હતો. આ સમગ્ર રૂટ દરમિયાન ઉપરોક્ત આરોપી અકબારખાન, રાજસ્થાન વાળો, ના સંપર્કમાં રહી તેના દ્વારા બતાવવામાં આવેલ રૂટ મુજબ વાહન ચલાવતો હતો. વધુમાં, નખત્રાણા ખાતે સ્થાનિક જીતુભા મંગળસિંહ સોઢા, રહે. સોઢા કેમ્પ, ખાનાય, તા. અબડાસા વાળાના સંપર્કમાં રહી, કટીંગવાળી જગ્યાએ મુદ્દામાલ પહોંચાડવાની કામગીરી કરી રહેલ હતો. આ રીતે મુદ્દામાલ કટીંગવાળી જગ્યાએ પહોંચાડવા દરમ્યાન પોલીસ દ્વારા ઉપરોક્ત આરોપી સતારખાન રમજાનખાન પઠાણને ઝડપી પાડવામાં આવેલ છે.