પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા બાકી વીજ બિલની વસૂલાત માટે ભુજમાં આક્રમક અભિગમ

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા બાકી વીજ બિલની વસૂલાત માટે ભુજમાં આક્રમક અભિગમ અપનાવવામાં આવ્યો છે આજે વહેલી સવારથી જ ‘ડિશ કનેક્શન ડ્રાઈવ’ હેઠળ વીજ જોડાણો કાપવાની મોટા પાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પશ્ચિમ કચ્છમાં અંદાજે 2510 જેટલા એવા વીજ જોડાણો છે જેમનું 10,000થી વધુનું બિલ લાંબા સમયથી બાકી છે આ ગ્રાહકો પાસે પીજીવીસીએલનું કરોડૉ રૂપિયાનું જંગી લેણું બાકી હોવાથી તંત્રએ કડક વલણ અપનાવ્યું છે આ ઓપરેશનને સફળ બનાવવા માટે PGVCL દ્વારા ખાસ ટીમો બનાવવામાં આવી છે જેમાં ભુજ સર્કલની અને અંજાર સર્કલની કુલ 144 ટીમો બનાવીને પશ્ચિમ કચ્છમાં ડિશ કનેક્શન ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે આ તમામ ટીમો આજે સવારે 8 વાગ્યે ભુજની લાલન કોલેજ ખાતે એકત્ર થઈ હતી જ્યાંથી તેમને વિવિધ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારો માટે રવાના કરવામાં આવી હતી આજ સવારથી જ ટીમોએ વિવિધ તાલુકા મથકો અને અંતરિયાળ ગામડાઓમાં પહોંચીને વીજ જોડાણો કાપવાની કામગીરી શરૂ કરી દીધી છે ખાસ કરીને જેમના મોટા બાકી લેણાં છે PGVCLની આ આક્રમક કાર્યવાહીને પગલે બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે
બાઈટ:- તપન વોરા અધિક્ષક ઇજનેર ભુજ સર્કલ પીજીવીસીએલ