ઉનાના ગાંગડામાંથી રૂંવાડા ઉભા કરી દેનારો બનાવ સામે આવ્યો : પુત્રને દીપડાના જડબામાં ફસાયેલો જોઈ પિતાએ દીપડાને મોતને ઘાટ ઉતાર્યો
copy image

ઉનાના ગાંગડા ગામ માંથી રૂંવાડા ઉભા કરી દેનારો ચોંકાવનાર બનાવ સામે આવી રહ્યો છે. પોતાના વ્હાલસોયા પુત્રને દીપડાના જડબામાં ફસાયેલો જોઈ 60 વર્ષીય પિતા કાળ સમાન દીપડાને મોતને ઘાટ ઉતાર્યો હોવાના અહેવાલ જાણવા મળ્યા છે. ત્યારે આ મામલે વધુમાં માહિતી મળી રહી છે જે અનુસાર, ઉના-ભાવનગર રોડ પર આવેલા ગાંગડા ગામ સીમ વિસ્તારમાં આવેલ વાડીમાં 60 વર્ષીય બાબુભાઈ નારણભાઈ વાજા રહે છે. ગત રાત્રીના સમયે તેઓ બેઠા હતા તે સમયે અચાનક અંધારાનો લાભ લઈ એક ખૂંખાર દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો. તેમની ચીસો સાંભળીને તેમનો 27 વર્ષીય પુત્ર શાર્દુલ તાત્કાલિક પિતાની મદદે આવેલ હતો. ત્યારે દીપડાએ તેના પર હુમલો કરી દીધો હતો. પુત્રને મોતના મુખમાં જોઈ પિતા બાજુમાં પડેલા દાતરડાથી દીપડા પર તુટી પડ્યાં હતા. દાતરડાના ઘાતક ઘા વાગતા દીપડાનું ઘટના સ્થળે જ મોત થયું હતું.