ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪ નો હસ્તકલા તેમજ હાથવણાટ માટેનો એવોર્ડ અર્પણ કાર્યક્રમ યોજાયો

કમિશનર અને અગ્રસચિવ કુટિર અને ગ્રામોધોગ દ્વારા ગુજરાત રાજયના 19, જેટલા કારીગરો સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાંથી કરછના ૭ જેટલા કારીગરો સન્માનિત થયા હતા, રાજ્ય ના હાથશાળ-હસ્ત કલા ક્ષેત્રે સિધ્ધિ પ્રાપ્ત કરનાર કારીગરોને ક્રાફટ વાઇઝ એવોર્ડ આપવા નુ નક્કી કરવામાં આવ્યું હતું.
આ માટે સરકાર શ્રી દ્વારા 25, લાખ રૂપિયા જેવી માતબર રકમ મંજૂર કરવામાં આવી હતી તેમાં કરછના કારીગરોને અલગ અલગ કેટેગરી મુજબ ધનરાશી નક્કી કરાઇ હતી જેમાં 50000 થી 150000 સુધીની ધનરાશીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
વિવિધ ક્ષેત્રના કારીગરો જેમાં અબ્દુલસીરા ફકીરમામદ ખત્રી ( ટાઇ એન્ડ ડાઇ દુપટો ચંદ્રકણી બાંધણીનો )
પ્રકાશભાઇ પુંજાભાઈ સંજોટ( દેશી ધાબડાની ડિઝાઇન)
સવિતાબેન કાન્તીલાલ ગરવા (ભરત કામ ચણિયા)
કુંભાર ઝુબેર દાઉદભાઇ (માટી આભલા કામ સો પીસ) ખત્રી સિધીક હસણ ( રોગાન આર્ટ માં ટ્રી ઓફ લાઇફ)
વણકર અરુણ કુમાર મેઘજીભાઈ (હેન્ડલૂમમાં કરછ વુલન શાલ )
જમનાબેન અમરાભાઇ (ભરતકામમાં) એવોર્ડ આપવાનું જાહેર કરવામાં આવ્યું હતું.
પૂર્વ કલેક્ટર કરછ તેમજ હાલ ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી પ્રવીણા ડી. કે. જેઓ હાલમાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) માં વાઇસ ચેરપર્સન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે સેવા આપે છે.
પદ્મ એવોર્ડ શ્રી અબ્દુલ ગફૂર, ગરવી ગુજરી બી,પી, પરમાર સાહેબ ,દિનેશ ભાઇ ભરવાડ, ગરવી ગુજરી ભુજ ઓફિસ, ત્થા વણકર મેઘજીભાઈએ દરેક એવોર્ડ પ્રાપ્ત કારીગરોને અવોર્ડ ને અભિનંદન આપ્યા હતા.