ભુજમાં આધેડના આપઘાત પાછળનું કારણ ક્રિકેટના સટ્ટાની પ્રવૃત્તિ હોવાનું અનુમાન
copy image

ભુજમાં ગળેફાંસો ખાનાર આધેડના પ્રકરનમાં સટ્ટાખોરી પ્રવૃત્તિ નિમિત્ત હોવાની સંભાવના પ્રાથમિક તપાસમાં લગાવવામાં આવી રહી છે. ત્યારે આ અંગે વધુમાં વર્તુળોમાંથી વિગતો પ્રાપ્ત થઈ રહી છે, જે અનુસાર હતભાગી એવા ઉમર જુસબ લાખાના આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ ચાલી રહી છે. પરંતુ મૃતક ક્રિકેટના સટ્ટાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હોવાની વિગતો પ્રાથમિક તપાસ દરમ્યાન સામે આવી છે. આ બનાવ અંગે વધુ તપાસ હજુ પણ જારી હોવાનું જાણવા મળ્યું છે.