વડોદરા નજીક નેશનલ હાઇવે પર બસ અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત : બસચાલકનું ઘટનાસ્થળે જ મોત : 20થી વધુ મુસાફરો થયા ઘાયલ

copy image

copy image

વડોદરા નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત્ રહેવા પામ્યો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, આજે 31 જાન્યુયારીના રોજ વહેલી પરોઢે આ માર્ગે લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બસચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે 20થી વધુ મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ સપાટી પર આવ્યા છે. વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, અમરેલીથી સુરત તરફ જઈ રહેલી લક્ઝરી બસ જ્યારે કરજણના બામણગામ પાટિયા નજીકથી પસાર થઈ રહી હતી, તે દરમ્યાન બચચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતા બસ આગળ ચાલતી ટ્રક સાથે ધડાકાભેર ટક્કર થઈ હતી. આ ગોઝારા બનાવમાં બસચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું,