અમદાવાદમાં કાર અને એક્ટિવા વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં યુવાનનું ઘટના સ્થળે જ મોત

copy image

copy image

અમદાવાદ શહેરમાં સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં યુવાનનું મોત થયું હોવાના અહેવાલ સામે આવી રહયા છે. જે અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, આ ગોઝારો બનાવ જીએસટી (GST) બ્રિજ પર ઘટિત થયો હતો. અહી પુરપાટ આવી રહેલી કારના ચાલકે એક્ટિવા સવાર યુવકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં થયેલ ટક્કર એટલી ભીષણ હતી કે એક્ટિવા ચાલક ફંગોળાઈને સીધા બ્રિજ નીચે પટકાયો હતો. ગંભીર ઇજાઓના પગલે એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.