ભુજમાંથી જાહેરમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત ચારની ધરપકડ

jugar

copy image

copy image

ભુજમાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા ત્રણ મહિલા સહિત ચાર ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે વધુમાં વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, ભુજ શહેરમાં આવેલ કેમ્પ એરિયાના વાઘેશ્વરી ચોકમાં જાહેરમાં અમુક ઈશમો રૂપિયા વડે હાર જીતનો જુગાર રમી રહ્યા હતા, તે સમયે અચાનક ત્રાટકેલી પોલીસે અહીથી ત્રણ મહિલા સહિત ચાર ખેલીઓની રંગે હાથ ધરપકડ કરી હતી. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી રોકડ સહિત તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ આરંભી છે.